Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો કરાયો : દહી, છાશ અને લસ્સી મોંઘા થયાં

મસ્તી દહીંના 400 ગ્રામ કપ અને પાઉચમાં 2 રૂપિયાનો વધારો: છાસના 500 મિલીના પાઉચમાં 1 રૂપિયાનો અને અમુલ લસ્સીના 170 ગ્રામના પાઉચમાં 1 રૂપિયાનો વધારો

અમદાવાદ :  અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો, દહી, છાશ અને લસ્સીના ભાવ વધ્યા છે. મસ્તી દહીંના 400 ગ્રામ કપ અને પાઉચમાં 2 રૂપિયાનો વધારો થયો છે. મસ્તી દહીંના એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે મસ્તી દહીંના 200 ગ્રામ કપમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. આ ઉપરાંત છાસના 500 મિલીના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે અમુલ લસ્સીના 170 ગ્રામના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે. 

 

(10:51 pm IST)