Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદમાં નકલી પોલીસ ઝડપાઇ ! : હોટલમાથી નીકળતા કપલને પકડીને લોટતી ટોળકી પોલીસ સકંજામાં

3 આરોપીઓ પ્લાન મુજબ ટાર્ગેટ કરી કપલને પકડીને લૂંટની ઘટનાને અંજામ આપતા : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગને ઝડપી પાડી

અમદાવાદ તા.18 :  અમદાવાદ શહેરમાં જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ન હોય તેમ નકીલી પોલીસ બની લોકોને લૂટતી ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકીનાં ત્રણ સભ્યો પ્લાન મુજબ ટાર્ગેટ કરી કપલને પકડીને લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. જેને લઈ ફરીયાદ નોંધાતા ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ પાડી ઝડપી પાડી છે અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 12 જુલાઈના રોજ વિરાટનગરમાંથી એક વ્યક્તિ હોટેલમાં નીકળેલ અને જેને પોતાની સાથે રહેલ મહિલાને બાઈકમાં બેસાડી જઈ રહેલ તે સમયે આરોપી યાશીન કુરેશી અને સરફરાઝ એક બાઈક ઉપર અને સાનું અન્ય બાઈક પર ફરિયાદીનો પીછો કર્યો હતો. આરોપીઓ મેમ્કો ચાર રસ્તા પાસે ફરિયાદી પોતાના સ્ત્રી મિત્રને ઉતારી દીધા હતા. ત્યાર બાદ રામેશ્વર ચાર રસ્તા પાસે આરોપીઓ ફરિયાદીને રોકી અને બીજાની સ્ત્રીઓને લઈ ફરે છે. તને પૂરી દેવો પડશે અને પોલીસમાં છીએ એમ કહીને તેમની પાસે થી 5000 રૂપિયા લઈ ATMમાં જઈ વધુ 20,000 અને 15,000 રૂપિયા પડાવી લીધા હતા.

ત્યાર બાદ ફરિયાદીએ ફરિયાદ આપતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યાશિન ખુબજ રીઢો ગુનેગાર છે અને છેલ્લા દોઢ મહિનામાં શહેરમાં 10 જેટલા નકલી પોલીસ બનીને લુંટ કરી હોવાનુ સામે આવ્યું છે. તેની સાથેના અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે લોકો પણ અન્ય ગુનાઓ કર્યાની કબૂલાત કરી છે. હાલમાં મેઘાણીનગરના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં અન્ય ગુનાઓનો ભેદ પણ ખુલી શકે છે.

(11:13 pm IST)