Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

કરાઠા ગામમાં ભારે વરસાદમાં પડેલી દિવાલનું સર્વે ન કરાતા TDO ને લેખિત રજૂઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામમાં ભારે વરસાદમાં લોકોને ઘણું નુકશાન થયું છે અને એ બાબતનો સર્વે થયો પરંતુ એક મકાનની દીવાલ તૂટી ગઈ હોવા છતાં સર્વે કરાયો નથી તેવી રજૂઆત મકાન માલિકે તાલુકા વિકાસ અધિકારીને કરી છે

મળતી માહિતી મુજબ ભાવિંભાઈ. એસ.તડવી એ કરેલી રજૂઆત મુજબ તેઓ કરાઠા ગામના ઘોડાવાળા ફળિયાં માં રહેતા હોય ત્યાં તારીખ 10 જુલાઈનાં રોજ ભારે વરસાદ નાં કારણે વહેલી સવારે દીવાલ તૂટી પડતાં આ બાબતની જાણ વિસી અને સભ્યને ફોન દ્વારા કરી હતી તેમ છતાં ગામમાં બધાંની નુકશાનીનું સર્વે કરાયું પરંતુ તેમની દીવાલ બાબતે કોઈ સર્વે નહિ થતાં ભાવિન તડવી એ ટીડીઓને લેખિત રજૂઆત કરી છે
 આ બાબતે ગામના તલાટી જયશ્રીબેનનાં જણાવ્યા મુજબ જે લોકોએ નુકશાન બાબતે જાણ કરી હતી તે બધાના સર્વે થઈ ગયા હતા પરંતુ આ ભાઈ એ મને કે સરપંચ ને દીવાલ બાબતે કોઈજ જાણ કરી નથી તો અમને ક્યાંથી ખબર પડે હવે બીજાના સર્વે કર્યાના ચેક આવી પણ ગયા ત્યારબાદ મને જાણ કરે તેમાં અમે શું કરી શકીએ.

(12:27 am IST)