Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

નર્મદામાં સંસ્થાઓ દ્વારા ઝરીયા વિસ્તારના 30 ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર માટે એક વર્ષ સુધી દતક લેવાયા

જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા દ્વારા ટીબીના દર્દીઓ માટે આગળ આવવા અપીલ કરવામા આવી

( ભરત શાહ દ્વારા) રાજપીપળા : સંત ભગવંત સાહેબજીની પ્રેરણાથી કેવડિયા વિસ્તારમાં ૨૦૦૬ થી ચાલતા અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા' પ્રોજેકટ. અનુપમ મિશન મોગરી દ્વારા કોમ્યુનિટી સપોર્ટ ટુ ટી.બી.પેશન્ટ માટે નર્મદા જિલ્લાના પ્રા.આ.કેન્દ્ર ઝરીયા વિસ્તારના 30 ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર માટે એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને નર્મદા નીતી આયોગમાં આકાંક્ષી  જિલ્લો હોય,જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ટીબી દર્દી ઓને દત્તક લઇ દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ તેમજ સંપૂર્ણ સારવાર લેવામાં સમયાંતરે ફોલોઅપ કરવામાં આવે તે માટે નર્મદા જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા દ્વારા અપીલ કરવામાં આવી છે.
જે અન્વયે છેલ્લા ઘણા વર્ષોથી અનુપમ મિશન મોગરી દ્વારા કોમ્યુનિટી સેવાકીય કાર્ય  દ્વારા  પ્રધાનમંત્રીના ટીબી હારશે , દેશ જીતશે સ્વપ્ન ને સાકાર કરવા આગળ કૂચ કરીએ
  આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખનાબેન વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુમન સર  અનુપમ મિશન ના સંતો પૂ. સતિષભાઈ, પૂ. મણીભાઈ, પૂ. નિખીલભાઈ તેમજ અનુપમ મિશનની મેડીકલ ટીમ હાજર રહી દર્દી ઓને નિયમિત ચેક અપ કરાવી સારવાર લેવા માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ એક મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા

(12:31 am IST)