Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાજય સરકારો લોકોને વાયદા આપી લલચાવવા માટે દેવાની મુડીનો કરી રહેલ ઉપયોગ ખર્ચ એક ગંભીર સ્‍થિતિ

રિઝર્વ બેન્‍કના તાજેતરના વાર્ષિક રિપોર્ટમાં પંજાબ, કર્ણાટક, કેરળ, ઝારખંડ, રાજસ્‍થાન અને પヘમિ બંગાળ સહીત ર૦ રાજયો દેવા હેઠળ હોવાનું જણાવેલ છે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮: ભાજપ સરકાર છેલ્લા ર૭ સતાવીસ વરસથીગુજરાતમાં અને ૧૦ વર્ષ આસપાસ કેન્‍દ્રમાં સતાસ્‍થાને રહી છે. આ સરકારે ટેકસનો બોજો ફુટપાથના નાગરીકોથી લઇ રાષ્‍ટ્રપતિના આંગણા સુધી પહોંચાડી દીધેલ છે. જે બોજો ઉપાડવાની ક્ષમતા વિશ્વની મોટામાં મોટી ૧.૩૦ અબજ કરોડ યાને એક અબજ ત્રીસ કરડની જનતા ઉઠાવી રહી છે.તેમાં મુઠ્ઠી ભર લોકોને આર્થીક રીતે સધ્‍ધરતા ધરાવે છે. સરકારમાં બેસી અવૈધતા ભરેલો આર્થીક ખરચો-બોજાની તેવા વર્ગને નથી. પરંતુ સતા સામેલ મોભાદાર સ્‍થાન પદ ધરાવતા મંત્રીશ્રીઓ સરકારી પદાધિકારી, કર્મીઓ કે જે સરકારમાંથી નિયત રકમનું મહેનતાણું પગાર ભથ્‍થુ મેળવી પોતાના પરીવારનો જીવન નિર્વાહ ચલાવતા હોય મોભા પ્રમાણે ગૃહસ્‍થી જીવન સાથે વણાયેલ કાર્યોની જવાબદારી પુર્ણ કરતા હોય ફરજ પદ નિવૃતી પછી પેન્‍શન સિવાય બીજો કોઇ આધાર ન હોય બચત કરેલ મુડીમાંથી ફીકસ ડીપોઝીટ પોસ્‍ટના વિવિધ યોજના સર્ટીફીકેટો વિગેરેની આવકમાંથી બાકીની શેષ જીંદગી પુરી કરતા હોય તેવી વ્‍યકિતને માટે વિચારવુ પડે.

તાજેતરમાં સને ર૦૧૯-ર૦ર૦-૨૦૨૧-ર૦રર ચાલુ વરસ દરમ્‍યાન સરકારશ્રીની ઓડીટ સંસ્‍થાક્ષેત્રે રૂા. ૧૧૦૦૦ કરોડનો પર્દાફાશ કર્યો. છેલ્લા ત્રણથી સાડા ત્રણ વરસમાં આ રકમ કરતા વપરાણી તેનો તાલ મેળ પડતો નથી. વર્તમાન ભાજપ સરકારના શાસનમાં અવૈદ્ય મોટી રકમ હિસાબી ગોટાળો બહાર આવેલ છે. પરંતુ ભાજપ સરકારના મોભીઓનું પટનું પાણી પણ હલતુ નથી. કેગ નામની ઓડીટ સંસ્‍થાએ કેટલાક પેટા અભ્‍યાસ બાદ સ્‍પષ્‍ટતા માંગી છે. સંકલીત રીઝર્વ બેંકના ગર્વનર અને વિવિધ અર્થશાષાી નિષ્‍ણાંતોએ પોતાનું મંતવ્‍ય દર્શાવી સરકારનું ધ્‍યાન દોરેલ છે કે રાજય સરકારો દેવાની મુડીનો ઉપયોગ લોકોને લલચાવતા વાયદા પાછળ ખર્ચ કરી રહી છે. આ ગંભીર સ્‍થિતિ છે. દેશના ૯૦ના દાયકાઓનો અનુભવ ભુલી ગયા છે. એ સમય દેશ દેવાળીયો અથવા કહો કે શ્રીલંકા બાતા બનતા બચી ગયો હતો જેની શરૂઆત ૮૦ ના દાયકામાં થઇ હતી. સરકારોએ દેશ પ્રત્‍યેની જવાબદારી નજર અંદાજ કરી છે.

દેશના ર૦ રાજયો દેવાના બોજા હેઠળ કેવી રીતે દબાઇ ગયા?

એક ચર્ચામાં અર્થશાષાી સરદાર પ્રો. ચરણસિંહનો સવાલ હતો. સંબંધ વ્‍યવસ્‍થા ન હોત તો રાજયનું શું થતું? જવાબ પણ તેમણે જ આપ્‍યો ગ્રીસ અને શ્રીલંકા જેવો શ્રીલંકાની દુર્દશાના તાજા સમાચાર છે. લોકો બાળકોને મોડીથી જગાડી રહયા છે જેથી નાસ્‍તો ન માંગે.

રીઝર્વ બેંકના પુર્વ ગર્વનર ડો.સુબ્‍બારાવે આ અંગે લખીને ચેતવણી આપી છે. તેમના લેખના શીર્ષકનો હિન્‍દી આશય છે. રાજય ભુમીયા વૃતી અને નાણાકીય બગાડતી કિંમત.

રિઝર્વ બેંકનો તાજેતરના વાર્ષિક રીપોર્ટમાં પંજાબ, કર્ણાટક કેરળ ઝારખંડ રાજસ્‍થાન અને પヘમિ બંગાળ સહીત ર૦ થી રપ રાજયનો ઉલ્લેખ છે. જે દેવા બોજા હેઠળ દબાયેલા છે. તેમનું અર્થતંત્ર સંકટમાં છે. આ બિમારીનું મુળ કયા છે? ભારત સરકારના મુખ્‍ય આર્થીક સલાહકાર રહી ચુકેલા અર્થશાષાી રહસ્‍યની વાત (એન ઇકોનોમીસ્‍ટ ઇનધ રિચબવર્ડ ધર આર્ટ ઓફ પોલીસી મેકીંગ ઇન ઇન્‍ડીયા) માં જણાવે છે. પોપ્‍યુલેન્‍ઝમ એટલે  એટલે કે લોકોને લલચાવવાની લ્‍હાયમાં ટુંકાગાળાની લોકપ્રિયતાની ભુખ હોય છે. નેતાઓની નજર બીજા દિવસના સવારના અખબારોની હેડલાઇન સુધી જ રહે છે. વધુ થયું તો આગામી ચુંટણી સુધી.

સુબબારાવે દેશ સામે મુળ પ્રશ્ન રજુ કર્યો છે. મફતીયાવૃતીની વધતી સંસ્‍કૃતિની મર્યાદા કેટલી હોય? તેઓ જણાવે છે કે લોન તરીકે લેવામાં આવેલી  મુડી રોકાણનું મુડીનું રોકાણ સામાજીક સંસ્‍થાના ક્ષેત્રમાં કરવુ જોઇએ. જેથી વિકાસ ઝડપી બને આવક વધે તો જુનુ દેવું ભરી શકાય. અહી ઉંધુ થઇ રહયું છે. તેઓ ચેતવણી ઉચ્‍ચારે છે કે જો રાજય સરકારો મુડીનો ખર્ચ લોકોને લલચાવતા વાયદા પાછળ ખર્ચકરવાનું ચાલુ રાખે છે. વધારાના આવકની કોઇ વ્‍યવસ્‍થા કરતી નથી. આખરે દેવાનો વિસ્‍ફોટ થશે. પછી માત્ર રડવા માટે આસુ જ બચશે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે એવા રાજયોની સંખ્‍યા વધતી જઇ રહી છે. જે આર્થીક આત્‍મહત્‍યાના માર્ગે છે (વર્તમાન પરિસ્‍થિતિ અનુભવાય છે) વરિષ્‍ઠ અધિકારીઓની બેંકમાં આ મુદ્દો ઉઠાવ્‍યો હતો કહેવાયું છે કે કેટલાક રાજય શ્રીલંકામાં માર્ગે જઇ શકે છે.

રીઝર્વ બેન્‍કના પુર્વ ગર્વનર એક ચિંતાજનક હકીકત દેશ સામે રજુ કરી છે. રાજયો આર્થી સ્‍થિતિ અંગે ભ્રામક  આકડા રજુ કરે છે. દેવાની રકમ છે તેની વાસ્‍તવિકતા રજુ કરતા નથી. સામાજીક સાહસો પર તેઓ દેવુ લઇ રહયા છે દેવુ લેતા સમયે કેટલાક રાજય કે ભવિષ્‍યમાં થનારી આવક ગેરન્‍ટી મુકે છે. એટલે કે ભવિષ્‍યને બાંધીને રાખીને દેવુ આ રીતે રાજયોના સંપુર્ણ દેવાની સ્‍પષ્‍ટ થતી નથી. એક અંદાજ મુજબ બજેટમાં રાજયોના દેવાના આંકડા નોંધાયેલા છે. લગભગ એટલું જ બીજુ દેવું છે.દેશના નેવુના દાયકાનો અનુભવ ભુલી ગયો છે. એ સમય દેશ દેવાળીયો અથવા કહો કે શ્રીલંકા બનતા બનતા બચી ગયો હતો. જેની શરૂઆત ૮૦ ના દાયકામાં થઇ હતી. દુનિયા જાણીતા અર્થશાષાી અને ભારત પુર્વ નાણામંત્રી આઇ.જી.પટેલે લખ્‍યું છે કે ૮૦ ના દાયકા પછી આવેલી તમામ સરકારોએ દેશી પ્રત્‍યેની મુળ જવાબદારીને નજર અંદાજ કરી છે. ટુંકા ગાળાની રાજકીય ફાયદા માટે ખાસ કરીને રાજીવ ગાંધીના કાર્યકાળ પર તેમણે ટીપ્‍પણી કરી હતી. ૧૯૮૬માં ભારત આંતરીક દેવાના દુષચક્રમાં ફસાઇ ચુકયું હતું. જેનું તાત્‍કાલીક પરીણામ એ હતુ  બહારના દેવાની જાળમાં ફસાવુ તેઓ એમ પણ કહે છે કે નિદાનના પ્રયાસ વગર વધુ આનંદ સાથે આપણે દેવું વધારતા ગયા છીએ. વળી રિઝર્વ બેંકના ગર્વનર તરીકે ભારતના પુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ (૧૯૮ર-૮પ)  આર.એન.મહોત્રા (૧૯૮પ થી ૯૦) એ સરકારોને વારંવાર ચેતવણી આપી તેમ છતા બધા મૌન રહયા છે.

(4:31 pm IST)