Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાજયના કેટલાક વિસ્‍તારોમાં ૧ થી ૪ ઈંચ સુધી હળવો વરસાદ

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પાટણ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી : ઉકાઈ ડેમની જળસપાટી સતત વધતા મોટી માત્રામાં છોડાતું પાણીઃ બોડેલી અને વાઘોડિયા ૪ ઈંચ, કુકરમુન્‍ડા, વડોદરા અને સંખેડા ૩.૫ ઈંચ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા), વાપીઃ ચોમાસાની આ સીઝનમાં પ્રારંભથી  જ મેઘરાજા રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં મન મૂકીને વરસતા કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે.

છેલ્લા ૭૨ કલાકથી રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં મેઘરાજા હળવા થયાનું જણાય છે આમ છતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૩૧ જિલ્લાના ૧૩૭ તાલુકાઓમાં ૧ મિમિથી લઇ ૧૦૩ મિમિ સુધી વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટી ઉપરવાસ ના ભારે પાણીની આવક ને પગલે વધી રહી છે ડેમની રૂલ લેવલ સપાટી જાળવી રાખવા અહીંથી મોટી માત્રામાં પાણી છોડવાની ફરજ વહીવટી તંત્રને પડી છે.

અહીં  ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમની જળસપાટી આજે સવારે ૧૦ કલાકે ૩૩૨.૬૮ ફૂટે પોહોંચી છે જેમાં ૭૩,૩૩૨ કયુસેક પાણીના ઇનફ્‌લો  સામે ૧૮૮૭૯૨ કયુસેક પાણી છોડાય રહ્યું છે જેને પગલે કોઝવેની જળસપાટી પણ સતત વધી રહી છે આજે સવારે ૧૦ કલાકે કોઝવેની જળસપાટી ૮ મીટરે પોહોંચી છે અને અહીં ૧,૧૭,૭૨૯ કયુસેક પાણી વહી રહ્યું છે.

   ફ્‌લડકંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આગામી કલાકો માં બનાસકાંઠા, સાબરકાંઠા ,મેહસાણા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે  વરસાદની આગાહી છે.  રાજ્‍યના વિવ્‍ધ વિસ્‍તારોમાં નોંધાયેલ વરસાદના મુખત્‍વે આંકડાને જોઈએ તો બોડેલી ૧૦૩ મિમિ,વાઘોડિયા ૯૧ મિમિ, કુકરમુન્‍ડા ૮૯ મિમિ, વડોદરા ૮૫ મિમિ, સાંખેડા ૮૩ મિમિ, તિલકવાડા ૮૦ મિમિ, પાદરા ૬૭ મિમિ, કપરાડા ૬૫ મિમિ, ડેડીયાપાડા ૬૧ મિમિ,આનંદ ૬૧ મિમિ, આણંદ ૬૦ મિમિ,નાંદોદ ૫૧ મિમિ, સિનોર ૪૫ મિમિ, કરજણ ૪૩ મિમિ, આંકલાવ ૪૧ મિમિ, નિઝર અને ફતેહપુરા ૪૦-૪૦ મિમિ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડભોઇ ૩૫ મિમિ, નેત્રંગ ૩૪ મિમિ,ગરૂડેસવહાર ૩૩ મિમિ, કડાણા  અને દાંતા  ૩૨-૩૨  મિમિ, આહવા ૩૧ મિમિ, સાગબારા ૩૦ મિમિ, વાપી ૨૯ મિમિ, વઘઇ ૨૭ મિમિ, બોરસદ,કવાંટ અને હાલોલ ૨૬- ૨૬ મિમિ, સંતરામપુર અને સુબીર ૨૫-૨૫ મિમિ, જાંબુઘોડા ૨૪ મિમિ,કાલોલ ૨૨ મિમિ, ઉમરેઠ ૨૧ મિમિ, નસવાડી ૧૯ મિમિ,જેતપુર પાવી ૧૭ મિમિ, ખેરગામ અને વલસાડ ૧૬-૧૬ મિમિ, અંકલેશ્વર, રાણપુર અને વ્‍યારા ૧૫-૧૫  વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્‍યના અન્‍ય  ૯૫  તાલુકાઓ માં ૧ મિમિ થી લઇ ૧૪ મિમિ  સુધી નો વરસાદ નોંધાયો છે.

(1:21 pm IST)