Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

મુંબઈથી એમડી ડ્રગ્‍સના જથ્‍થા સાથે ઘુસેલ ઇસ્‍માઇલ ગુર્જર પાણીમાં કૂદયો, ઝાડી ઝાંખરામાં છુપાયેલ પણ અમારી ટીમે જીવના જોખમે ઝડપી લીધેલ

પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ૩૯ લાખથી વધુ કિંમતનો ગાંજો ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્‍યો : મર્ડર, બે હાફ મર્ડર સહિતનો આ આરોપી એવા ડ્રગ્‍સના મુખ્‍ય પેડલરને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા દિલધડક ઓપરેશન, એસીપી આર.આર સરવૈયા અકિલા સમક્ષ રસપ્રદ દાસ્‍તાન વર્ણવે છે

રાજકોટ તા.  ૧૯ : મર્ડર, બે હાફ મર્ડર અને  પાસા,તડીપાર જેવા વિશેષણો સાથેના આરોપ છે તેવા કુખ્‍યાત અપરાધી ઇસ્‍માઇલ ગુર્જર મુંબઈથી એમ. ડી. ડ્રગ્‍સ સાથે સુરતમાં ઘૂસી રહ્યાંની ક્રાઈમ બ્રાન્‍ચ ટીમને બાતમી મળતા તુરંત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકી અને આવા અપરાધીઓને પકડવામાં ખૂબ અનુભવી એવા ક્રાઇમ બ્રાન્‍ચ એસીપી આર.આર .સરવૈયાની બેઠક મળી અને ડ્રગ્‍સ મુકત સુરતના સમગ્ર સુરતવાસીઓના સંકલ્‍પ ર્પ પાણી ન ફરે તેવું અદભૂત આયોજન કેવી રીતે ગોઠવાઈ ગયેલ અને ક્રાઇમ બ્રાન્‍ચના નાનામાં નાના સ્‍ટાફ દ્વારા કેવી જહેમત ઉઠાવવામાં આવેલ તેની રસપ્રદ કથા અકિલા સમક્ષ ક્રાઇમ બ્રાન્‍ચ એસીપી આર.આર .સરવૈયા દ્વારા વર્ણવવામાં આવી છે.
પુણા પો.સ્‍ટે. નાર્કોટીકસના ગુનામાં સનાતો ફરતો મુખ્‍ય આરોપી ઈસ્‍માઈલ ઉર્ફે ઈસ્‍માઈલ ગુર્જર કોઝ-વે નજીક તાપી નદીના પાળા પાસે છે વગેરે મુજબની હકીકત મળતા ક્રાઈમ બ્રાન્‍ચની ટીમ બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતા સદર આરોપી પોતાની ધરપકડ ટાળવા શારૂ પાળા પરથી કોઝ-વેમાં પાણી ખૂબ હોય તેની અંદર કૂદી ગયેલ અને ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયેલ જેથી તેને પકડવા શારૂ પોલીસની ટીમે તાપી નદીમાં હોડકાનો ઉપયોગ કરી ઝાડી ઝાંખરામાં સર્ચ કરી તેને પકડી પાડેલ છે.
મજકૂર આરોપીની યુકિત - પ્રયુકિત પૂછપરછ કરતા જણાવે છે કે મુંબઈ ખાતેના ઈબ્રાહીમ હુસૈન ઓડીયાનાઓ પાસેથી અવાર - નવાર એમ.ડી. ડ્રગ્‍સ તેમજ કોકેઈનનો માદક જથ્‍થો લાવી સુરત ખાતે તેનો સાળો સાહીદ અલ્‍તાફ સૈયદ તેમજ તેનો મિત્ર ફહાદ સહીદ શૈખનાઓ મારફતે  સુરત શહેરમાં અલગ અલગ જગ્‍યાએ ડીલીવરી કરતો આવેલ છે. મજકુર આરોપી ગઈ તા. ૨૬-૬-૨૦૨૨ના રોજ મુંબઈ ખાતેના ઈબ્રાહીમ હુસૈન ઓડીયા તેમજ તન્‍વીર W/O ઈબ્રાહીમ હુસૈન ઓડીયા પાસેથી પ્રતિબંધિત કોકેઈન ડ્રગ્‍સ વજન ૩૧.૧૦૦ ગ્રામ કિ. રૂા.૩૯,૧૦,૦૦૦/- જથ્‍થો સુરત ખાતે વેચાણ કરવા શારૂ મંગાવેલ. જેમાં ઉપરોકત મુંબઈની દંપતિનાઓ પકડાઈ ગયેલ અને ત્‍યારબાદ તેનો સાળો સાહીદ અલ્‍તાફ સૈયદ તેમજ તેનો મિત્ર ફહાદ સહીદ શૈખનાઓની પણ આ જ ગુનામાં ધરપકડ થયેલ હોય મજકુર આરોપી પોતાની ધરપકડ ટાળવા શારૂ આજદિન સુધી નાસતો ફરતો હોય તેની ધરપકડ કરેલ છે વધુ તપાસ ચાલુ છે.
ગુનાની વિગત : પુણા પોસ્‍ટે ૧૧૨૧૦૦૪૬૨૨૦૯૧૯/૨૦૨૨ એનડીપીએસ એકટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૧ (બી) ૨૯ (એનડીપીએસ એકટ), પકડાયેલ આરોપી ઈસ્‍માઈલ ઉર્ફે ઈસ્‍માઈલ પેન્‍ટર S/O મુબારક શેખ (ઉ.વ.૨૯) રહે. ફલેટ નં. ૪૦૧, હયાતી બિલ્‍ડીંગ, પાછલી ઓલી, બેંક ઓફ બરોડાની સામેની ગલી, રાંદેર, સુરત શહેર.
ગુનાહિત ઈતિહાસ.
રાંદેર પોસ્‍ટે. ૨૬૦/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭ (મર્ડર), રાંદેર પોસ્‍ટે ૧૧૨૧૦૦૫૦૨૨૦૦૦૯/૨૨ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (હાફ - મર્ડર), રાંદેર પોસ્‍ટે. ૧૧૨૧૦૦૫૦૨૨૦૦૩૭/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૬, ૧૪૩, ૧૪૭ (હાફ - મર્ડર), પાસા / ડીટેઈન / ૧૬૦/૨૦૨૨ તા.૨૧-૩-૨૦૨૨ (પાસા), હદપ/૪૩-૨૦/૨૮૯/૨૦૨૦ (તડીપાર) હોવાનું ક્રાઈમ બ્રાન્‍ચ એસીપી આર.આર. સરવૈયાએ જણાવેલ.

 

(3:36 pm IST)