Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગાંધીનગરમાં સચિવાલય આહીર પરિવારનું ગેટ-ટુ-ગેધર

 ગાંધીનગરઃસચિવાલય સંવર્ગમાં આહીર સમાજના નવા આવેલા ૧૬ નાયબ સેકશન અધિકારીઓને આવકારવા માટે વિધાનસભા કેન્‍ટીનમાં શુક્રવારે આહીર સમાજના કર્મચારી/અધિકારીઓનું ગેટ-ટુ-ગેધર યોજાઇ ગયું. જેમાં નવા સચિવાલય પરિસર તથા સ્‍વર્ણિમ સંકુલમાં ફરજ બજાવતાં કર્મચારી/અધિકારીઓએ વિશાળ સંખ્‍યામાં હાજરી આપી હતી.
 ચાલુ વર્ષમાં વર્ગ-૧ થી ૩ ની વિવિધ કેડરોમાં પ્રમોશન મળેલા કર્મચારી/અધિકારીઓને ગુલદસ્‍તાથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં. નવી નિમણૂક પામેલા તમામ નાયબ સેકશન અધિકારીઓનું ગુલદસ્‍તાથી સ્‍વાગત કરીને આવકારવામાં આવ્‍યા હતાં. આહીર સમાજના નવા તથા જુના દરેક સભ્‍યોએ પોતાનો પરીચય આપેલ હતો.
સૌરાષ્‍ટ્રના ખમીરવંતા આહીર સમાજનો ભવ્‍ય વારસો અને  ભાતિગળ સંસ્‍કળતિ જળવાઈ રહે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.

 

(3:48 pm IST)