Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ભ્રષ્‍ટાચાર કરો અને ભ્રષ્‍ટાચાર કરનારાઓને બચાવો એ મંત્ર છે ભાજપનોઃ ઇસુદાન ગઢવી

રાજયમાં ઠેર ઠેર જોવા મળતા તુટેલા રસ્‍તાઓ ભ્રષ્‍ટાચારની ચાડી ખાય છે

રાજકોટ તા.૧૯: સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રસ્‍તાઓ તૂટી ગયા છે અને તેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓ અને તૂટેલા રસ્‍તાઓને કારણે ગુજરાતના લોકોને સતત રોડ અકસ્‍માતના ખતરો રહે છે. અને આ રસ્‍તાઓ સુધારવા માટે રાજય સરકાર અને ભાજપ શાસિત વિવિધ મહાનગરપાલિકાઓ દ્વારા ખૂબ જ નિરાશાજનક કામગીરી કરવામાં આવી રહી હોવાનું આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ જણાવ્‍યુ છે.
તેઓએ જણાવ્‍યુ છે કે સમગ્ર ગુજરાતના રસ્‍તાઓ અને ગટરોની હાલત જોઇને સ્‍પષ્‍ટ થાય છે કે પ્રિ-મોન્‍સુનના નામે કોઇ પણ મહાનગરપાલિકાના અને રાજય સરકાર દ્વારા કોઇ તૈયારી કરવાામં આવી ન હતી. એવું લાગે છે કે અધિકારીઓ અને રાજકારણીઓ પ્રિ-મોન્‍સુન મીટીંગના નામે ભ્રષ્‍ટાચાર કરવા માટે ભેગા થતા હતા. આજે જરૂર છે કે મહાનગરપાલિકા અને સરકાર દ્વારા રોડ બનાવનારા કોન્‍ટ્રાકટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ ભ્રષ્‍ટ ભાજપ કોન્‍ટ્રાકટરો ેસામે કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્‍ટાચારી કોન્‍ટ્રાકટરોને બચાવવામાં લાગેલા છે.
ભાજપનું એક જ મોડલ છે કે કોઇ ભ્રષ્‍ટ છે તેને ગમે તે ભોગે બચાવવો પડશે. તેથી જ આજે કોન્‍ટ્રાકટરો આવા નબળા રસ્‍તાઓ બનાવે છે. પછી એ જ રસ્‍તા ઓ રિપેર કરવાના નામે લાખો કરોડો રૂપિયા પાછા ખર્ચી નાખવામાં આવે છે અને આ રસ્‍તાઓ રિપેર કરવાનું કામ પણ જે ભાજપની નજીક છે એ જ ભ્રષ્‍ટાચારી કોન્‍ટ્રાકટરોને આપવામાં આવે છે. જેટલું બજેટની રકમ આપવામાં આવે છે. એટલામાં શહેરમાં વીઆઇપી રોડ જેવા રસ્‍તા પણ બની શકે છે. પરંતુ જનતાએ સુવિધા આપવાની નિયત ભ્રષ્‍ટ ભાજપમાં નથી. ભાજપના લોકોની ખરાબ નીતિઓ અને ઇરાદાઓ કારણે લોકોના માથે હંમેશા અકસ્‍માતનો ભય રહે છે. દર વર્ષે ઇમાનદારી ટેકસ ભર્યા પછી પણ ગુજરાતમાં કોઇને સારા રસ્‍તા મળવાનું પણ નસીબ નથી. પરંતુ, વર્ષોથી જનતા આ બધું જોઇ રહી છે અને ભોગવી રહી છે. ગુજરાતમાં ભાજપના ખરાબ ઇરાદા હવે સૌ કોઇ જાણે છે. આ વખતે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટી જેવો સારો વિકલ્‍પ છે, જેણે દિલ્‍હીમાં જનતા માટે શ્રેષ્‍ઠ કામ કરીને દેશમાં એક ઉદાહરણમાં સ્‍થાપિત કર્યુ છે. એટલે અને ગુજરાતમાં સુશાસન સ્‍થાપવાનું પ્રથમ પગલું ભરશે. તેમ નિવેદનના અંતમાં ઇસુદાન ગઢવીએ જણાવ્‍યુ છે.

 

(3:49 pm IST)