Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ભાજપ દ્વારા કાલે દત્તક બાળકોને પોષણક્ષમ આહાર કીટનું વિતરણᅠ

સી.આર.પાટીલના સફળ સૂકાનના ૨ વર્ષ નિમિતે

રાજકોટ તા.૧૯: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ તરીકે આવતીકાલે તા.૨૦ના પોતાના કાર્યકાળના ૨ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્‍યારે આ અવસરે શુભેચ્‍છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે જણાવ્‍યું હતું કે ગુજરાતે હંમેશા દેશને દિશા આપી છે.

દેશના પ્રધાનમંત્રી માન. નરેન્‍દ્રભાઇ મોદીએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિન નિમિતે સમગ્ર દેશમાં કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનું અભિયાન કાર્યરત કરવા આહવાન કરેલ તે અંતર્ગત આવતીકાલે તા.૨૦ના સુપોષણ અભિયાનના પ્રણેતા સી.આર. પાટીલજીને પ્રદશે ભાજપ અધ્‍યક્ષ તરીકે ૨ વર્ષ પૂર્ણ થઇ રહ્યાના અવસરે શહેર ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સુપોષણ અભિયાન અંતર્ગન દત્તક લીધેલા બાળકોના ઘરની મુલાકાત લઇ તેમને ફળફળાદિ, પોષ્‍ટીક નાસ્‍તો, ન્‍યુટ્રીશન માટેની સુપોષણ આહારયુકત કીટ આપવામાં આવશે. તેમ અંતમાં શહેર ભાજપની યાદીમાં જણાવેલ છે.

(4:31 pm IST)