Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગાંધીનગર નજીક આવેલ ગામમાં પાડોશી યુવતીને બીભત્સ ઈશારા કરનાર યુવકને ઠપકો આપનાર પિતા પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં ગઇકાલે સાંજના સુમારે ઘર આગળ પાણી ભરતી સગીરાનું પાડોશમાં રહેતા યુવાને બિભત્સ ઇશારા કર્યા હતા આ અંગે સગીરાના પિતા ઠપકો આપવા જતા તેમની ઉપર પણ હૂમલો કર્યો હતો મહિલા હેલ્પલાઇનની ટીમ સામે જ સગીરાના માતાપિતા સાથે મારામારી કરી હતી.હાલ આ મામલે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

ગાંધીનગર નજીક આવેલા ગામમાં રહેતી સગીરા ગઇકાલે સાંજના સુમારે તેના ઘર આગળ પાણી ભરી રહી હતી તે સમયે પાડોશમાં રહેતા યુવાને તેની સામે જોઇને બિભત્સ ઇશારા કર્યા હતા જેના કારણે આ સગીરા ગભરાઇ ગઇ હતી અને રડતી રડતી ઘરમાં પહોંચી હતી જેના કારણે તેની માતા-પિતાને જાણ કરતા આ યુવાનની માતાને કહ્યું હતું કે, તમારો પુત્ર બિભત્સ ચેનચાળા કરે છે જેથી આ યુવાન ઉસ્કેરાઇ ગયો હતો અને સગીરાના પિતાને મારવા આવ્યો હતો એટલુ જ નહીં, આ સગીરાનો હાથ પકડીને તેની છેડતી કરી બિભત્સ ભાષાના પ્રયોગ કર્યો હતો. સગીરાના માતા અને પિતાને માર મારવા લાગ્યો હતો જેથી મહોલ્લાના અન્ય વ્યક્તિઓ એકઠા થઇ ગયો હતા ત્યાર બાદ અભિયમ હેલ્પલાઇનને સગીરાના પિતાએ જાણ કરી હોવાથી આ ટીમ ત્યાં આવી પહોંચી હતી અને આ યુવાનને વાનમાં બેસાડવા જતા તે ઝપાઝપી કરવા લાગ્યો હતો હાલ તો પેથાપુર પોલીસે છેડતી અને મારામારીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

(5:07 pm IST)