Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

મહુધામાં ચોખંડી ભાગોળમાં મકાનમાં હારજીતનો જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી પોલીસે ઝેલ હવાલે કર્યા

નડિયાદ : મહુધા ચોખંડી ભાગોળમાં આવેલ એક મકાનમાં પત્તાપાનાનો જુગાર રમતા પાંચ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલ રકમ, અંગજડતીની રકમ તથા એક બાઈક સહિત કુલ રૂ.૪૧,૪૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મહુધા ચોખંડી ભાગોળમાં રહેતા સફીયોદ્દીન ઉર્ફે સફીયો વજીયોદ્દીન હાજી પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડી નાળ ઉઘરાવતો હતો. જે અંગેની બાતમી મહુધા પોલીસને મળતા પોલીસે દરોડો પાડી જુગાર રમતા રિયાઝ અલી ઉર્ફે સૈયદબાપુ હુસેનમીયા સૈયદ (રહે.મહુધા), સાકીરહુસેન ઉર્ફે સાકા ગુલામ રસુલ અકબરમીયા મલેક (રહે.મહુધા), ભરતભાઈ મોહનભાઈ બીન હીરાભાઈ રાઠોડ (રહે.અમદાવાદ) તથા સફીયોદ્દીન હાજી તથા સરફરાજ ખાન ઉર્ફે મનીયોજફર ઉલ્લાખાન પઠાણ (રહે.મહુધા) ને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલા રકમ ૨,૪૭૦, અંગજડતીની રકમ કિંમત રૂ.૧૩,૯૮૦ તથા એક બાઈક કિંમત રૂ.૨૫ હજાર મળી કુલ રૂ. ૪૧,૪૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

(5:09 pm IST)