Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સુરત:પાલનપુર પાટિયા નજીક રોટલીનું પાર્સલ આપવા હોટેલમાં જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તફડાવી ભાગી ગયેલ ગઠિયાને પોલીસે ગણતરીની ક્ષણોમાં ઝડપી પાડયો

સુરત: પાલનપુર પાટીયાની ગંગાનગર સોસાયટીમાં રહેતી વિધવા વૃધ્ધાને આગળ ઉતારી દેવાની લાલચ આપી રીક્ષામાં બેસાડી સહમુસાફરના સ્વાંગમાં સોનાની ચેઇન રૂ. 60 હજારની સોનાની ચેઇન લૂંટી લેનાર બે મહિલા સહિત ચારને રાંદેર પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. 

રાંદેર પોલીસ સ્ટેશનના પો.કો. કનકસિંહ અને મહેન્દ્ર પ્રતાપને મળેલી બાતમીના આધારે ભેંસાણ ચાર રસ્તા પાસેથી ઓટો રીક્ષા નં. જીજે-5 ઝેડઝેડ- 7274 લઇને ઉભેલા સુનીલ ભોળાભાઇ ઉગરેજા (ઉ.વ. 28), હરેશ ઉર્ફે હરી લાભુભાઇ ચૌહાણ (ઉ.વ. 32), હીના ગોપાલ માળી (ઉ.વ. 32) અને કિરણ ઉર્ફે કરણ ખીમજી સોલંકી (ઉ.વ. 22 તમામ રહે. બંબા ગેટ, કોસાડ આવાસ, અમરોલી) ને ઝડપી પાડી તેમની પાસેથી સોનાની ચેઇન 14.100 ગ્રામની કિંમત રૂ. 60 હજારની અને ઓટો રીક્ષા મળી કુલ રૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઉપરોકત ટોળકી બે દિવસ અગાઉ પાલનપુર પાટીયા સ્થિત ગંગાનગર સોસાયટીમાં રહેતી વૃધ્ધા જશુબેન પટેલને રીક્ષામાં બેસી જાવ, હું તમને આગળ ઉતારી દઇશ એમ કહી રીક્ષામાં બેસાડી સોનાની ચેઇન લૂંટી લીધા બાદ ઉતારીને ભાગી ગયા હતા.

(5:10 pm IST)