Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સુરતની 13 વર્ષની ભાવિકાએ રાષ્‍ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના સમર્થનમાં પુસ્‍તક લખ્‍યુઃસ્ત્રી સશક્‍તિકરણ અને સન્‍માનની વાત લખી

ભાવિકા આધ્‍યાત્‍મિક વક્‍તા અને મોટીવેશનલ સ્‍પીકરઃ ગ્‍લોબલ ઇન્‍ડિયા નેશનલ એક્‍સલેન્‍સમાં એવોર્ડ મેળવ્‍યો

સુરતઃ સુરતની 13 વર્ષીય કિશોરી ભાવિકા મહેશ્વરીએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્વૌપદી મુર્મુના સમર્થનમાં પુસ્‍તક લખ્‍યુ છે. આદિવાસી સમાજમાં ગરીબીમાં જન્‍મીને દ્રૌપદી મુર્મ સૌથી મોટા લોકશાહી દેશના રાષ્‍ટ્રપતિ બને તે ગૌરવની વાત છે. પુસ્‍તકમાં તેમણેસ્ત્રી સશક્‍તિકરણ અને મહિલાઓના સન્‍માનની વાત કરી છે. આ પહેલા તેણીએ ‘આજ કે બચ્‍ચે કલ કા ભવિષ્‍ય' નામનું પુસ્‍તક લખ્‍યુ છે.

હાલમાં રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી ચાલી રહી છે ત્યારે એનડીએના ઉમેદવાર દ્રોપદી મૂર્મૂના સમર્થન માટે સુરતની એક 13 વર્ષીય કિશોરીઆગળ આવી છે. સુરતની ભાવિકા મહેશ્વરીએ દ્રોપદી મુર્મૂ પર સંકલન કરી એક પુસ્તક બનાવ્યું છે. સુરત વતી મુર્મૂના સમર્થન માટે સોનિયા ગાંધી અને મમતા બેનરજીને અપીલ કરી છે.

સુરતની 13 વર્ષીય કિશોરી ભાવિકા માહેશ્વરીએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ પર સંકલન કરી એક પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તક સ્પીડ પોસ્ટ અને ટ્વિટરના માધ્યમથી સોનિયા ગાંધી અને મમતા બેનરજીને મોકલી સમર્થન માટેની અપીલ કરી છે. પુસ્તક સાથે એવો સંદેશો પણ મોકલ્યો છે કે આપ દ્રોપદી મૂર્મુને મત આપી આદિવાસી સમાજ અને મહિલાઓનું સન્માન કરી એક દાખલો દેશ સમક્ષ બેસાડે. ઝૂંપડીમાં જન્મ લઈ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવું એ જ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ખૂબસૂરતી છે.

તેણે પુસ્તકમાં લખ્યુ છે કે, સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર માટે મૂર્મુ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગરીબી અને સંઘર્ષો સામે લડીને મૂર્મુ રાષ્ટ્રપતિ બને છે તો વિશ્વમાં એક સકારાત્મક સંદેશ જશે અને સ્ત્રી સશકિતકરણને પણ બળ મળશે. ભાવિકાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આ હિન્દી મોટીવેશનલ બુક પ્રિન્ટ કરી વિમોચન કરવામાં આવશે. સાથે જ ઈંગ્લીશ, ગુજરાતી અને ઉડિયા ભાષામાં પણ પ્રકાશિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાવિકા માહેશ્વરીને અભિનેત્રી અમીષા પટેલ અને અભિનેતા તેમજ સાંસદ મનોજ તિવારીના હસ્તે તાજેતરમાં જ ‘ગ્લોબલ ઇન્ડિયા નેશનલ એક્સલેન્સ એવોર્ડ’ એનાયત થયો છે. ભાવિકાએ સૌથી નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે રામકથા દ્વારા 52 લાખ રૂપિયાની સમર્પણ રાશિ ભેગી કરી હતી. આ ઉપરાંત લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદ 3150 કેદીઓ સમક્ષ વિચાર શુદ્ધિ કથા કરી હતી. હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં કથા અને મોટીવેશનલ સ્પીચ આપી ચૂકી છે. 10 હજાર જેટલા બાળકોને પબજી અને મોબાઈલ અડિક્શન અંગે જાગૃત કરી ચૂકી છે. મોસ્ટ પીપલ ઈન સ્પીચ રેલયમાં ગિનીઝ બુક રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા તેણે ‘આજ કે બચ્ચે કલ કા ભવિષ્ય’ પુસ્તક પણ લખ્યુ છે. તેમજ કોરોના કાળમાં આઇસોલેશન સેન્ટરમાં જઈ મોટિવેશનલ સ્પીચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત કરવાનું કાર્ય પણ કર્યું છે. ભાવિકા ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફોરમની ફાઉન્ડર પણ છે.

(5:10 pm IST)