Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વડોદરા:દારૂનો નશો કરી કારમાં ફરવા નીકળેલ ત્રણ મિત્રોને પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી પાડ્યા

વડોદરા: રાતે દારૃનો નશો કરીને કારમાં ફરવા નીકળેલા ત્રણ મિત્રોને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયા છે.આરોપીઓ દારૃ ક્યાંથી લાવ્યા હતા ? ક્યાં પીવા બેઠા હતા ? તે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવતા એક કાર સવિતા હોસ્પિટલ તરફથી વાંકી ચૂંકી ચાલતી આવતી હતી.પોલીસે કાર રોકીને તપાસ કરતા (૧) કાર ચાલક નરેશ ડાહ્યાભાઇ પરમાર (રહે.રૃદ્રાક્ષ હાઇટ્સ, ડભોઇ  રોડ) (૨) હરવિંદરસિંહ ધરમપાલસિંહ પંજાબી (રહે.સરદાર સોસાયટી, સિંધવાઇ માતા રોડ, પ્રતાનગર) તથા (૩) ફેયર સતિષભાઇ જૈસવાલ (રહે.પુષ્ટિપ્રભા સોસાયટી, વાઘોડિયારોડ) મળી આવ્યા હતા.ત્રણેયને કારમાંથી નીચે ઉતારી ચલાવી જોતા તેઓ દારૃના નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી,પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.

 

(5:11 pm IST)