Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વડોદરામાં સરકારી જમીન પર કબ્જો જમાવવા માથાભારે શખ્સોએ દાદાગીરી કરતા લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ

 વડોદરા:દંતેશ્વર વિસ્તારમાં આવેલી રે.સ.નં. ૫૪૧ વાળી જમીન જેમાં ટીપી -૩ દાખલ થતા ફાળવાયેલા ફાયનલ પ્લોટ નંબર ૮૭૩, ૮૭૯, ૮૮૧, ૯૪૪, ૭૭૩ વાળી સરકારી માલિકી ની જમીન અંગે  પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વાઘોડિયા ડભોઇ રોડ સ્થિત ડી માર્ટની નજીકમાં આવેલી જમીન કે જે સરકારની માલિકીની છે જેમાં કેટલાક માથાભારે સમૂહ જીગ્નેશ ઉર્ફે જીગો અને સંજય સિંહ પરમાર નામના વ્યક્તિઓની ટોળકીએ સરકારી કાગળો માં ચેડા કરી, નકલી સરકારી કાગળો બનાવી, ગેરકાયદેસર માલિકી હક્કો ઉભા કરી, ગેરકાયદેસર કબજો કરી, વગર પરવાનગીએ બાંધકામ કરી સરકારી જમીન પચાવી પાડી, ગુજરાત લેન્ડ ગ્રેબિગએક્ટ મુજબનો ગુન્હો  કર્યો છે જેની  સરકારી રાહે ઝીણવટ ભરી તપાસ કરી, લેન્ડ ગ્રેબિંગ કરનાર લોકોમાં દાખલો બેસે તેવી  કાર્યવાહી કરવા માંગ કરી હતી.   અત્રેના બી-ફોર્મ એફ-ફોર્મ આઘારે અને માલીકી નક્કી કરી દીધેલ હોઇ તુર્ત જ રદ કરવુ તથા રેવન્યુ રેકોર્ડ આઘારીત જે માલીકી હોય તેજ માલીકીના નામનીનોંધ અગમચેતીના ભાગરૂપે જો ૭/૧૨, બિલ્ડીંગની પરવાનગી, બી ફોર્મ, રજાચીઠ્ઠી વિગેરે ખોટા બતાવ્યા હોય તો આ વ્યકિત કઇ રીતે બાંઘકામ કરી રહી છે ? તેની તપાસ કરવાની માંગણી કરી છે.   જાહેરમાં છડેચોક સરકારી માલિકી ની જમીન ઉપર દબાણ કરી હડપ કરનારાઓ એ કેટલાક લોકો ભેગા મળી ચોક્કસ મંડળી રચી, ષડયંત્ર બનાવી, સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરી, સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરવાના તેમજ ગુજરાત સરકાર ને બિનકાર્યક્ષમ અને ભૃષ્ટ દેખાડવાના પ્રયાસો છે. જ્યારે કોઈ રૂ.૧૦૦, રૂ.૫૦૦ ની બોગસ અને નકલી કરન્સી નોટો છાપે ત્યારે એમની સામે દેશદ્રોહનો ગુન્હો દાખલ કરવામાં આવતો હોય ત્યારે અહીંયા તો સરકારી સિક્કા સાથેના કેટલાક બોગસ અને નકલી કાગળો બનાવી કરોડો રૂપિયાનું સરકારને નુકશાન  કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

 

(5:11 pm IST)