Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વડોદરામાં કોર્પોરેશનના સફાઈ સેવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા કરુણ મૃત્યુ

વડોદરા: કોર્પોરેશનના સફાઇ સેવકે ગઇકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું.જ ેઅંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજવારોડ કમલાનગર બસસ્ટોપ  પાસે રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો રોકી દિનેશભાઇ સોલંકી કોર્પોરેશનના વોર્ડ નંબર ૭ માં સફાઇ સેવક તરીકે નોકરી  કરે છે.છેલ્લા કેટલાક સમયથી તેને તાડી પીવાની લત લાગી ગઇ હતી.જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતા.ત્રણ વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા.ગઇકાલે બપોરે તે ઘરે  હતો.તે દરમિયાન કોઇ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા પી લીધી હતી.થોડા સમય પછી તેને ઝેરની અસર થતા પિતાને જાણ કરી હતી કે,મેં ઝેરી દવા પી લીધી છે.તેના પિતા રોકીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.જે અંગે બાપોદ પોલીસને જાણ  કરવામાં આવતા એ.એસ.આઇ.વિનોદભાઇએ સ્થળ પર જઇને કાર્યવાહી શરૃ કરી હતી.રોકીના પિતા  પણ કોર્પોરેશનમાં સફાઇ સેવક તરીકે નોકરી કરે છે.પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

(5:13 pm IST)