Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

મોંઘવારીના માર વચ્‍ચે અમુલે દુધની પ્રોડક્‍ટમાં ભાવવધારો કરતા લોકો પર વધારાનો બોઝ પડશે

400 ગ્રામ દહીંમાં 2 રૂપિયા, છાસના પાઉચમાં 1 રૂપિયો જ્‍યારે લસ્‍સીમાં 170 એમએલમાં રૂપિયાનો 1નો વધારો

અમદાવાદઃ સતત મોંઘવારી વધતા આમપ્રજા ત્રાહીમામ પોકારી રહી છે ત્‍યારે અમુલે ફરી દુધની પ્રોડક્‍ટમાં ભાવ વધારો કર્યો છે. ભાવવધારો આજથી અમલમાં આવશે.

સતત વધતી મોંઘવારી વચ્ચે અમુલે તેના પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 1 કિલો દહીંના પાઉચ પર રૂપિયા 4 નો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 400 ગ્રામ દહીંના કપમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો કર્યો છે. અમુલે 500 એમએલ છાશના પાઉચ પર 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે હાલ 1 લિટર છાશના પાઉચ ઉપર કોઈ ભાવ વધારો સામે આવ્યો નથી.

આ ઉપરાંત અમુલે લસ્સીના 170 એમએલ પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 200 એમએલ લસ્સીના કપ પર કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, આ ભાવ વધારો મંગળવારથી અમલમાં આવશે.

(5:13 pm IST)