Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તસવીર ધરપકડ કરાયેલા અધિકારી પૂજા સિંઘલ સાથે શેર કરવા મામલે ગુજરાત પોલીસે ફિલ્મ મેકર અવિનાશ દાસની અટકાયત કરી

અમે અવિનાશ દાસની મુંબઇથી અટકાયત કરી છે, તેમણે આગળની કાયદેસરની કાર્યવાહી માટે લાવવામાં આવી રહ્યા છે: ક્રાઇમ બ્રાંચના આસિસ્ટન્ટ કમિશનર ડીપી ચુડાસમા

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તસવીર ધરપકડ કરાયેલા અધિકારી પૂજા સિંઘલ સાથે શેર કરવા મામલે ગુજરાત પોલીસે ફિલ્મ મેકર અવિનાશ દાસની અટકાયત કરી છે. ગુજરાત પોલીસ મુંબઇથી અવિનાશ દાસની અટકાયત કરી છે. અવિનાશ દાસે અમિત શાહની એક તસવીર પૂજા સિંઘલ સાથે ટ્વિટર પર પોસ્ટ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે અવિનાશ દાસને આગળની કાર્યવાહી માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાંચના આસિસ્ટન્ટ કમિશનર ડીપી ચુડાસમાએ કહ્યુ કે અમે અવિનાશ દાસની મુંબઇથી અટકાયત કરી છે, તેમણે આગળની કાયદેસરની કાર્યવાહી માટે લાવવામાં આવી રહ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અવિનાશ દાસ વિરૂદ્ધ સેક્શ 469 (છેતરપિંડી) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સિવાય આઇટી એક્ટ અને રાષ્ટ્રીય પ્રતિકોના અપમાનનો પણ કેસ દાખલ કર્યો છે. અવિનાશ દાસે ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મહિલાની તસવીર શેર કરી હતી જેમાં તે તિરંગા પહેરેલી જોવા મળતી હતી. આઇએએસ અધિકારી પૂજા સિંઘલની ઇડીએ મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરી હતી.

તે બાદ અવિનાશ દાસે પૂજા સિંઘલની તસવીરને અમિત શાહ સાથે શેર કરી હતી. આ મામલે અવિનાશ દાસે પ્રી-એરેસ્ટ બેલ માટે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. અનારકલી ઓફ આરા મૂવી બનાવી ચુકેલા અવિનાશ દાસને અટકાયતમાં લેવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ગત અઠવાડિયે મુંબઇમાં કેમ્પ કરી રહી હતી. પોલીસે જણાવ્યુ કે અવિનાશ દાસની તે સમયે ધરપકડ કરવામાં આવી જ્યારે તે ઘરેથી ઓફિસ જઇ રહ્યા હતા.

અવિનાશ દાસે જે તસવીર શેર કરી હતી તે 2017ની એક ઇવેન્ટની હતી જેમાં પૂજા સિંઘલ હોમ મિનિસ્ટર અમિત શાહ સાથે વાત કરતી જોવા મળતી હતી. આ તસવીરને કારણે તેમના વિરૂદ્ધ અમિત શાહના સમ્માનને ઠેસ પહોચાડવા અને લોકોને ભ્રમિત કરવાના આરોપમાં કેસ દાખલ થયો હતો.

(5:38 pm IST)