Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદમાં વહેલી સવારે મેટ્રો- ટ્રેનનું ગાંધીબ્રીજની પાસે આવેલા મેટ્રો બ્રીજ મેટ્રો ટ્રેનનો ટ્રાયલ લેવાયો

અમદાવાદ મેટ્રો ટ્રેન શરૂ કરવા માટે લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે

અમદાવાદ: અમદાવાદમાં એક તરફ વરસાદના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલાક વોર્ડમાં પાણી ભરાવાની સમસ્યા છે. જ્યારે બીજી બાજુ અમદાવાદીઓને અગાઉ બતાવવામાં આવેલું સપનું હકીકતમાં પરિણમતું જોવા મળી રહ્યું છે. આજે સવારે મેટ્રો- ટ્રેનનું ગાંધીબ્રીજની પાસે આવેલા મેટ્રો બ્રીજ પર ટેસ્ટ ડ્રાઈવ કરતા જોવા મળી હતી. જેને કારણે લોકોએ મેટ્રો ટ્રેનમાં જલ્દી સફર કરી શકાશે તેવા વિચારમાં મુકાયા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં લાંબા સમયથી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે સવારે મેટ્રો- ટ્રેન ગાંધીબ્રીજની પાસે પસાર થતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારે બ્રીજ પર ટેસ્ટ ડ્રાઈવ કરવા નીકળી મેટ્રો ટ્રેનને લોકો જોઈ રહ્યા હતા. ત્યારે બીજી તરફ અમદાવાદમાં વરસાદના કારણે વાહન - વ્યવહારને ભારે હાલાકીનો સામનો કરવા પડ્તો છે. જે આગામી દિવસોમાં મેટ્રો ટ્રેન સમય મર્યાદિત અંતર ચાલુ થતા લોકોને રાહત મળી શકે તેવી આશા જોવાઈ રહી છે.

અમદાવાદ મેટ્રો ટ્રેન શરૂ કરવા માટે લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે. હવે અમદાવાદીઓને અગાઉ બતાવેલું મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું સ્વપ્ન ટુંક સમયમાં પુર્ણ થશે તેવો અંદાજો છે. સંભવિત મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવા માટે મોટા નેતા આવશે તેવો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે. એક મહિના જેટલા ગાળામાં ટુંકા રૂટ પર અમદાવાદ મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી શકે તેમ સુત્રોએ ઉમેર્યું છે.

(5:42 pm IST)