Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વડોદરાના પાદરા પાસેના ગામમાં સગીરાઍ પોતાના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા જીદ કરતાં અભિયમ ટીમ દ્વારા કાઉન્સલિંગ કરવામાં આવ્યું

સરખી ઉંમરના પિતરાઈ ભાઈ બહેન સાથે હરતા-ફરતા,ખાતા-પિતા હોવાથી એકબીજા સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયા હતા જેને બંન્ને સગીરો પ્રેમ સમજી બેસીને ઘરેથી બહાર નીકળીને એકાંતમાં મળતાં હતા

પાદરા: હાલના સમયમાં પ્રેમના નામે આંધળી દોટ મૂકી પરિવારને મજબૂર કરતી પેઢી સ્વજનોને ખૂબ હેરાન-પરેશાન કરતી હોય છે. કેટલાક સગીર વયના છોકરા-છોકરીઓને પ્રેમ શબ્દનો અર્થ ન સમજાતા નાની ઉંમરે જ લગ્ન કરવાની જીદે ચડી જતા હોય છે. અને તેના પરિવારે સમાજમાં નીચું જોવાનો વારો આવતો હોય છે. તેવો જ એક કિસ્સો વડોદરાના પાદરા પાસેના ગામમાંથી સામે આવ્યો છે. જેમાં સગીરા પોતાના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા જીદ કરતાં અભિયમ ટીમ દ્વારા કાઉન્સલિંગ કરવામાં આવ્યું.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા તાલુકાના પાસેના ગામમાં એક સગીરા પોતાના જ પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાની જીદે ચઢી હોવાનું સામે આવ્યું છે. જેમાં સરખી ઉંમરના પિતરાઈ ભાઈ બહેન સાથે હરતા-ફરતા,ખાતા-પિતા હોવાથી એકબીજા સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયા હતા. જેને બંન્ને સગીરો પ્રેમ સમજી બેસીને ઘરેથી બહાર નીકળીને એકાંતમાં મળતાં હતા. જેની જાણ સગીરાના માતા પિતાને થતા તેઓએ તેમને રોક્યા હતા. પરંતુ માત્ર 17 વર્ષની સગીરા તેની સાથે લગ્નની જીદે ચડી ગઈ હતી. જેથી પરિવાર ખૂબ જ પરેશાનીમાં મૂકાઈ ગયું હતું. તેમજ આ બાબતે પરિવારમાં ઉગ્ર ઝઘડો થતા પરિવારના એક સભ્ય દ્વારા અભયમ ટીમને કોલ કરી મદદ માંગવામાં આવી હતી.

સગીરાના પરિવાર દ્વારા અભિયમ ટીમને કોલ કરીને સમગ્ર બાબત વિશે જણાવવામાં આવ્યું હતું કે, અમે કૌટુંબિક ભાઈઓ હોવાથી અમારી એક જ કુળદેવી છે.જેથી આ લગ્ન કે સંબંધ શક્ય જ નથી. સમગ્ર બાબતની જાણ થતા અભયમ રેસ્કયુ ટીમ પાદરા પહોંચી ગઈ હતી. ત્યારબાદ સગીરા સાથે વાત કરી તેનું અસરકાર કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતું. તેની સાથે અભયમ ટીમ દ્વારા સગીરાને સમજાવવામાં આવ્યું હતું કે, તે હજી માત્ર 17 વર્ષની જ છે. અને આ લગ્ન કાયદા વિરુદ્વ છે. તમે બંન્ને સંબંધમાં ભાઈ બહેન છો. જેથી આ સંબંધ સમાજની દ્રષ્ટીએ અયોગ્ય છે. આ ઉંમરે કોઈના પ્રત્યે લાગણી હોવી સ્વાભાવિક વાત છે. પરંતુ આ લાગણીને કારણે લગ્ન કરવા યોગ્ય નથઈ. તું હજી આગળ અભ્યાસ કરી શકે છે. બાદમાં લગ્નની ઉંમર થતા કોઈ સારૂ પાત્ર જોઈને તારો પરિવાર તારા લગ્ન કરાવી આપશે.

મહત્વનું છે કે, અભયમ ટીમ દ્વારા સગીરાનું આમ અસરકારક માર્ગદર્શન આપતા સગીરાએ ભીની આંખે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. અને હવે પછી પરિવાર સાથે શાંતિથી રહેવાની ખાત્રી આપવામાં હતી. તેમજ સમા પક્ષકારને પણ જરૂરી સૂચનાઓ આપી સામેના પક્ષકારને પણ જરૂરૂ સૂચનાઓ આપ્યા બાદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. જેને લઈને સગીરાના પરિવાર દ્વારા અભયમ ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

(5:44 pm IST)