Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

જાંબુઆ બ્રિજ પર બાઈક સવાર યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતા સ્થળ પર કમકમાટી ભર્યું મોત

મકરપુરા જીઆઇડીસીથી પોરથી આગળ જતા હતા બ્રિજ પર ચઢ્યા કે ટ્રકે ટક્કર મારી પછી બેલેન્સ જતું રહ્યું

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 8 પર આવેલા જાંબુઆ બ્રિજ પરથી બાઇક લઇને પસાર થતા યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. હાલ પોલીસે યુવકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા પાસેથી નેશનલ હાઇવે તથા એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. અહિં ક્યારેક ચાલકોની ચુકના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ આજદિન સુધી મળી શક્યો નથી. આજે વડોદરા પાસેથી પસાર થતા વડોદરા મુંબઇ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઇક ચાલક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાથી મુંબઇ જતા નેશનલ હાઇવે પર જાંબુઆ બ્રિજ આવે છે. હાઇવેથી પસાર થતા લોકોએ હાઇવેની સરખામણીએ સાંકડો બ્રિજ પસાર કરીને આગળ જવાનું હોય છે.સાંજના સમયે વડોદરાથી મુંબઇ તરફ જવાના રસ્તે જાંબુઆ બ્રિજ પરથી પસાર થતા બાઇક ચાલક યુવકનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રકનું ટાયર તેના મોઢાના ભારે ફરી વળ્યું હતું.

કમકમાટીભર્યા અકસ્માતમાં ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર હાજર લોકોના મતે જાંબુઆ બ્રિજ પર નાના મોટા ખાડા આવેલા છે.

સમગ્ર મામલે અકસ્માતમાં બચી જનાર ઝીણાભાઇએ જણાવ્યું કે, અમે નોકરી પરથી ઘરે જઇ રહ્યા હતા. સાડા પાંચ વાગ્યે મકરપુરા જીઆઇડીસીથી પોરથી આગળ જતા હતા. બ્રિજ પર ચઢ્યા કે ટ્રકે ટક્કર મારી, પછી અમારૂ બેલેન્સ જતું રહ્યું. પછી તેણે એવી દબાવી કે જેથી અમારૂ બેલેન્સ ગયું. પહેલા હું પડ્યો પછી આ ભાઇ પડ્યા. ભાઇનો પગ બાઇકમાં દબાઇ ગયો હતો. મેં બુમો પાડી આ ભાઇએ બુમો પાડી છતાં ટ્રક ચાલકે બ્રેક ના મારી. પછી પાછલું વ્હીલ બાઇક ચાલક પર પડી ગયું. અમે 35 વર્ષથી મકરપુરા જીઆઇડીસીમાં કામ કરીએ છીએ. મૃતક નવીનગરી, ખેરડા અણસ્તુના રહેવાસી છે.

(7:37 pm IST)