Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

એક મહિનામાં બીજી વખત ગુજરાત મુલાકાતે આવશે દિલ્લીનાં મુખ્યમંત્રી: 21 જુલાઇએ કેજરીવાલ સુરતના ટાઉનહોલ ખાતે સભાઓ ગજવશે

કેજરીવાલ સુરતમાં ગુજરાતના તમામ હોદ્દેદારો, નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીને લઇ મનોમંથન કરશે : મોટી જાહેરાત કરે તેવી શક્યતા

સુરત તા.19 : ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓનાં પણ ગુજરાત પ્રવાસે આવી પોતાની પાર્ટીને જિતાડવા જનતાને આહવાહન કરી રહ્યા છે. ત્યારે દિલ્લીનાં મુખ્યમંત્રી ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસે આવનાર છે અને સુરતમાં મોટી જનસભાને ગજવવા છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી કેજરીવાલ આગામી 21 જુલાઇના રોજ સુરતના ટાઉનહોલ ખાતે આવશે અને સભાઓ ગજવશે. જેમાં ગુજરાત માટે મોટી જાહેરાત કરે તેવી અટકળો વહેતી થઈ છે. અરવિંદ કેજરીવાલ સુરત ખાતે ગુજરાતના તમામ હોદ્દેદારો, નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીને લઇ મનોમંથન કરશે. થોડાક દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલ અમદાવાદ ખાતે આવ્યા હતા. જયાં લોકો સાથે વીજળી મુદ્દે જનસંવાદ સાંધ્યુ હતું. અરવિંદ કેજરીવાલની એક મહિનામાં બીજી મુલાકાતને લઇ ગુજરાતમાં તરફ પૂરેપૂરો ભાર આપવામાં આવી રહ્યો છે

આજે આમ આદમી પાર્ટી દ્રારા યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આપ નેતા મનોજ સરોઠીયાએ અરવિદ કેજરીવાલના આગામી પ્રવાસને લઇ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, સુરત ખાતે તેઓ સભાઓ ગજવશે અને લોકો સાથે જન સંવાદ કરી ગુજરાતની જનતા માટે એક મોટી જાહેરાત કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.

(7:41 pm IST)