Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદ સહીત નગરોમાં વકરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 787 નવા કેસ નોંધાયા:વધુ 659 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10,954: કુલ 12.28.264 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 71.862 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 4896 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 787 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 659 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.28.264 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.954 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 71.862 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.26.39.058 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 4896 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે,અને 4891 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 787 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 308 કેસ, સુરત કોર્પોરેશન 57 કેસ, મહેસાણામાં 55 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 44 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 39 કેસ,સુરતમાં 28 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 25 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 22 કેસ, ભરૂચ અને વડોદરામાં 21-21 કેસ,જામનગર કોર્પોરેશનમાં 19 કેસ, ગાંધીનગરમાં 17 કેસ, કચ્છ અને પાટણમાં 16-16 કેસ,રાજકોટમાં 14 કેસ,વલસાડમાં 12 કેસ,મોરબી અને નવસારીમાં 10-10 કેસ, આણંદમાં 9 કેસ,અમદાવાદમાં 7 કેસ,અમરેલીમાં 6 કેસ,ખેડા અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ,બનાસકાંઠામાં 4 કેસ, અરવલ્લી અને પોરબંદરમાં 3-3 કેસ, ભાવનગર,જામનગર,સાબરકાંઠા અને તાપીમાં 2-2 કેસ, દાહોદ,જૂનાગઢ કોર્પોરેશન અને મહીસાગરમાં 1-1 નોંધાયો છે 

(8:00 pm IST)