Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ધોરણ -10ના 8328 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત સેશનમાં 1056 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા

રાજ્યભરના નિયત થયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે ગેરરીતિનો એક પણ કેસ નોંધાયેલ નથી.

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૯/૦૭/૨૦૨૨ના રોજ જુલાઈ (પૂરક)-૨૦૨૨ની પરીક્ષામાં ધોરણ-૧૦ (S.S.C.)ના પ્રથમ સેશનમાં સ્ટાન્ડર્ડ ગણિત (૧૨) વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 9106 પરીક્ષાર્થીઓ પૈકી - કુલ – 8328 પરીક્ષાર્થીઓ હાજર હતા. ઉ.મા.પ્ર. પરીક્ષા, માર્ચ-૨૦૨૨, ધોરણ-૧૨ (H.S.C.) વિજ્ઞાન પ્રવાહના પ્રથમ સેશનમાં રસાયણ વિજ્ઞાન (૦૫૨) વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ – 12156 પરીક્ષાર્થીઓ પૈકી કુલ – 10556 પરીક્ષાર્થીઓ હાજર હતા. બીજા સેશનમાં ધોરણ-૧૨ (H.S.C.) વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી (૦૦૬/૦૧૩) પ્રથમ/દ્વિતીય ભાષાના વિષયમાં કુલ – 50 પરીક્ષાર્થીઓ નોંધાયેલ જે પૈકી કુલ – 41 પરીક્ષાર્થીઓ હાજર રહેલ તેમજ ધોરણ-૧૦ (S.S.C.)ના ગુજરાતી (૧૩) (દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ – 2971 પરીક્ષાર્થીઓ પૈકી કુલ – 2791 પરીક્ષાર્થીઓ હાજર હતા. આજરોજ સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાયેલ છે. પરીક્ષા દરમ્યાન રાજ્યભરના નિયત થયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે ગેરરીતિનો એક પણ કેસ નોંધાયેલ નથી.

 

(8:38 pm IST)