Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગુજરાત એટીએસની ટીમે રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસીંઘ શેતાનસિંઘ બિકાને ઝડપ્યો

ગુજરાત સહિત રાજસ્થાન, કેરળ સહિતના અનેક રાજ્યોમાં હત્યા,લૂંટ, ધાડ અને ખંડણી સહિત અનેક ગુન્હામાં સામેલ : પોલીસ જાપ્તા પર ફાયરીંગ કરી પોતાના સાગરીતને ભગાવવા જેવા ગંભીર ગુનાઓ આચરેલ

અમદાવાદ : ગુજરાત સહિત રાજસ્થાન, કેરળ સહિતના અનેક રાજ્યોમાં હત્યા,લૂંટ, ધાડ અને ખંડણી સહિત અનેક ગુનાઓ આચરેલ રાજસ્થાનના ગેંગસ્ટરની એટીએસે ધરપકડ કરી છે. આ આરોપીનું નામ અરવિંદસીંઘ શેતાનસિંઘ બિકાની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.

 એટીએસની ટીમને માહિતી મળી હતી કે રાજસ્થાનનો ગેંગસ્ટર અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવનાર છે..જે બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે છટકું ગોઠવી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસીંઘ શેતાનસિંઘ બિકાને ઝડપી લીધો.ગેંગસ્ટર અરવિંદસિંઘ બીકા ગુજરાતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ ગુજરાત એટીએસ પકડી લીધો છે. રાજસ્થાનના કુખ્યાત આ ગુનેગાર પર એક નહિ બે નહિ પરંતુ 35 જેટલા ગુનાઓ માં સંડોવાયેલો છે.જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ , ચોરી,ખંડણી, જેલ તોડીને ભાગી જવું, પોલીસ જાપ્તા માંથી ફરાર થવું ,પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરવું , પોલીસ જાપ્તા પર ફાયરીંગ કરી પોતાના સાગરીતને ભગાવવા જેવા ગંભીર ગુનાઓ આચરેલ છે.જોકે ગેંગસ્ટર અરવિંદસિંઘ દ્વારા બે વખત રાજસ્થાન પોલીસ પર ફાયરિંગ કર્યું છે

ગુજરાત એટીએસની ટીમે આ ગેંગસ્ટર ને ઝડપ્યો ત્યારે ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા.જેમાં બે પિસ્તલ, એક દેશી તમંચો અને પાંચ જીવતા કારતૂસ મળી આવતા એટીએસ એ અરવિંદસિંઘ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

1 વર્ષ ૨૦૧૬માં રાજસ્થાન માં પોલીસ પર ફાયરિંગ કરી પોતાના સાગરીત ને ભગાડ્યો હતો.

2  રાજસ્થાન ના સિરોહી ના શિવગંજ વિસ્તાર માં યુવક પર ફાયરિંગ કર્યું હતું.

3  ૨૦૧૬ માં અમદાવાદ ના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લુંટ ચલાવી હતી.

4  ૨૦૧૭ માં બનાસકાંઠા ના ધાનેરા માં બેંક લૂંટ કરી હતી

5  ૨૦૧૭ માં દિશા જેલ તોડી ફરાર થયો હતો.

6  ૨૦૧૮ માં પ્રાંતિજ માં તમાચો બતાવી લૂંટ ચલાવી

7  ૨૦૧૮ માં પાટણ માં ચાણસ્મામાં આંગડિયા પેઢી માં કર્મી ને હથિયાર બતાવી લૂંટ ચલાવી.

8  બનાસકાંઠામાં પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી હતી

9  બનાસકાંઠા માં દૂધ મંડળી માં કર્મી પાસેથી ૧૮ લાખ ની લૂંટ ચલાવી હતી.

ઝડપાયેલ ગેંગસ્ટર અરવિંદસિંઘ પોતાની ગેંગ માં 20 જેટલા સક્રિય સાગરીતો રાખે છે..જેમાં ગુજરાતમાં ગંભીર ગુનાઓ આચરી ચુક્યા છે.. ત્યારે ગુજરાત ના અમદાવાદ માં આ ગેંગસ્ટર નું શું કામ આવવાનું થયું..કોને મળવાનો હતો..અમદાવાદ માં કોના સંપર્ક માં છે આ તમામ સવાલો ના જવાબ ગુજરાત એટીએસ શોધી રહી છે..

(9:33 pm IST)