Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

Sabarmati River: છેલ્લા 3 વર્ષમાં સાબરમતી નદીની સફાઇ માટે રૂ. 282.17 કરોડનો ખર્ચ થયો છતા ગંદકીનું સામ્રાજ્ય

રાજ્યસભા સાંસદ શક્તિસિંહે ગોહિલે (Rajya Sabha MP Shaktisinhe Gohil) સંસદમાં સાબરમતી નદી (Sabarmati River) શુદ્ધ કરવા માટે થયેલા ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો સરકારે જવાબ આપતા જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષમાં જુદા-જુદા પ્રોજેક્ટ મારફતે રૂપિયા 282.17 કરોડનો ખર્ચ સાબરમતી નદીની સફાઇ (Cleaning of Sabarmati River) માટે કરવામાં આવ્યો છે.

હકીકતમાં આટલા મોટા ખર્ચ છતા સાબરમતી નદીમાં ગંદકી જોવા મળી રહી છે. નામદાર હાઇકોર્ટે 14 સપ્ટેમ્બર 2021ના રોજ જોઇન્ટ ટાસ્કફોર્સ રચી હતી. ત્યારે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજીમાં એ વાત ઉજાગર થઇ હતી કે, ગેરકાયદેસર ઉદ્યોગો દ્વારા ગંદુ પાણી સીધુ સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. અમદાવાદ મનપાએ પણ આ ક્ષતિઓનો સ્વીકાર કર્યો હતો. જો કે, સાબરમતીની સફાઇ માટેનો કરોડો રૂપિયાનો ખર્ચ કાગળ પર દર્શાવાયો પરંતુ નદીમાં હજુ પણ ગંદકી જોવા મળી રહી છે.

આજે તા: 18/07/2022ના સંસદ (રાજ્યસભા) માં શક્તિસિંહ ગોહિલે એક પ્રશ્ન પુછ્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કેટલા રૂપિયાનો સરકારે ખર્ચ કરેલો છે? આ પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં જુદા જુદા પ્રોજેક્ટ મારફત રૂ. 282.17 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે. હકીકતમાં આટલી મોટી રકમ ખર્ચાયા છતાં સાબરમતિ નદીને પ્રદુષણથી ભરપુર અસર અને ગંદકી મળે છે.

આ પણ વાંચો- મહિલા જેલમાં બંધ બે કેદી થઇ પ્રેગ્નેન્ટ, ટ્રાંસજેન્ડર પર લાગ્યો આરોપ

નામદાર હાઈકોર્ટે તા:14/09/2021ના રોજ જોઈન્ટ ટાસ્કફોર્સ રચી હતી તેમજ એક સીનીયર વકીલને AMICUS CURIE તરીકે નિયુક્ત કરેલ હતા. નામદાર હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજીમાં સ્પષ્ટ રીતે એ વાત ઉજાગર થઇ હતી કે, ગેરકાયદેસર રીતે ઉદ્યોગો દ્વારા ગંદુ પાણી સીધું જ સાબરમતી નદીમાં નાખી દેવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા એ પણ આ ક્ષતિઓનો સ્વીકાર કર્યો હતો. વરસાદી પાણીના નિકાલની પાણીની પાઈપ લાઈનો સાથે ગટરના પાણીના નિકાલની પાઈપ લાઈનોના જોડાણ કરી દેવાથી જ વરસાદી પાણીનો અમદાવાદમાં ભરાવો થાય છે. અને લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે.

આ પણ વાંચો- વિધાનસભા ચૂંટણીને લઇ આગામી 22 અને 23 તારીખે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર આવશે

રૂ.282.17 કરોડ રૂપિયા માત્ર ત્રણ વર્ષમાં સાબરમતિ નદીના શુદ્ધિકરણ માટે વાપરવામાં આવ્યા તેમ છતાં સાબરમતી નદીનું પાણી સતત પ્રદુષિત છે. તેમજ અમદાવાદના વરસાદી પાણીનો નિકાલ થતો નથી જે સ્પષ્ટ દર્શાવે છે કે, વર્તમાન શાશન ખુબ જ મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરે છે. 282.17 કરોડનો ખર્ચ મોટા ભાગે કાગળ પર દર્શાવીને પૈસા ખાઈ જવામાં આવેલ છે.

(10:38 pm IST)