Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

બનાસકાંઠામાં મૃતદેહને અગ્નિદાહ વેળાએ પાણીના તેજ પ્રવાહમાં આખી ચિતા તણાઇ

સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદના પગલે નદીમાં પુર આવ્યું :અંતિમ સંસ્કાર વિધી પુર્ણ થાય તે પહેલા જ પાણીનો પ્રવાહ ચિતા તાણી ગયો ; વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

બનાસકાંઠામાં નદિ કિનારે મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવી હતી. તેવામાં જ પાણીનો તેજ પ્રવાહ આવી જતા મૃતદેહ અર્ઘબળેલી હાલતમાં જ લાકડા સહિતની ચિતા સાથે તણાયો હતો. સમગ્ર ઘટના પાસે ઉભેલા વ્યક્તિએ તેના મોબાઇલના કેમેરામાં કેદ કરી હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રાજ્યમાં વરસાદે હાલ થોડોક વિરામ લીધો હોય તેમ લાગે છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી તો ચાલુ જ છે. તેવામાં બનાસકાંઠામાં સૌને અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે. વિડીયો પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે, નદી કિનારે એક વ્યક્તિના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. અગ્નિદાહ આપ્યા પછી લાકડાની શૈયામાં મૃતદેહ પંચમહાભુતમાં વિલીન થઇ રહ્યો હતો. તેવામાં જ પાણીનો તેજ પ્રવાહ આવે છે. અને મૃતદેહ સહિત લાકડાની ચિતાને તાણીને લઇ જાય છે. https://youtube.com/shorts/C2dqD7Uv6aE?feature=shareપાણીનો પ્રવાહ એટલો તેજ હોય છે કે કોઇ કંઇ વિચારે તે પહેલા જ બધુ જ પાણીના પ્રવાહમાં વહી જાય છે. સમગ્ર ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ ઉપરથી તેના મોબાઇલમાં રેકોર્ડ કરી લે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આવા દ્રશ્યો જવલ્લેજ જોવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર,  આ ઘટના સાબરકાંઠાના વિજયનગરની છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં પુર આવ્યું હતું. અંતિમ સંસ્કાર વિધી પુર્ણ થાય તે પહેલા જ તેજ પાણીનો પ્રવાહ ચિતા તાણી ગયો. વિજયનગરની હાથમતી નદી કિનારે અંતિમ વિધી કરવામાં આવી હતી. ઘટના પરવઠ ગામની હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ઠેર ઠેર અતિભારે વરસાદને કારણે કપરી પરીસ્થિતીનું નિર્માણ થયું હતું. હજી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પુરની સ્થિતીને પહોંચી વળવા માટેની તમામ પુર્વતૈયારીઓ કરી દેવામાં આવી છે.  

બનાસકાંઠામાં અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં નદિ કિનારે મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવી હતી. તેવામાં જ પાણીનો તેજ પ્રવાહ આવી જતા મૃતદેહ અર્ઘબળેલી હાલતમાં જ લાકડા સહિતની ચિતા સાથે તણાયો હતો. સમગ્ર ઘટના પાસે ઉભેલા વ્યક્તિએ તેના મોબાઇલના કેમેરામાં કેદ કરી હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રાજ્યમાં વરસાદે હાલ થોડોક વિરામ લીધો હોય તેમ લાગે છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી તો ચાલુ જ છે. તેવામાં બનાસકાંઠામાં સૌને અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે. વિડીયો પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે, નદી કિનારે એક વ્યક્તિના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. અગ્નિદાહ આપ્યા પછી લાકડાની શૈયામાં મૃતદેહ પંચમહાભુતમાં વિલીન થઇ રહ્યો હતો. તેવામાં જ પાણીનો તેજ પ્રવાહ આવે છે. અને મૃતદેહ સહિત લાકડાની ચિતાને તાણીને લઇ જાય છે.

 

પાણીનો પ્રવાહ એટલો તેજ હોય છે કે કોઇ કંઇ વિચારે તે પહેલા જ બધુ જ પાણીના પ્રવાહમાં વહી જાય છે. સમગ્ર ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ ઉપરથી તેના મોબાઇલમાં રેકોર્ડ કરી લે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આવા દ્રશ્યો જવલ્લેજ જોવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના સાબરકાંઠાના વિજયનગરની છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં પુર આવ્યું હતું. અંતિમ સંસ્કાર વિધી પુર્ણ થાય તે પહેલા જ તેજ પાણીનો પ્રવાહ ચિતા તાણી ગયો. વિજયનગરની હાથમતી નદી કિનારે અંતિમ વિધી કરવામાં આવી હતી. ઘટના પરવઠ ગામની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ઠેર ઠેર અતિભારે વરસાદને કારણે કપરી પરીસ્થિતીનું નિર્માણ થયું હતું. હજી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પુરની સ્થિતીને પહોંચી વળવા માટેની તમામ પુર્વતૈયારીઓ કરી દેવામાં આવી છે.

(10:41 pm IST)