Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

કોઠી-કેવડીયા ગ્રુપ ગ્રામ પંચાયતનાં ઓડિટ માટે નાયબ ઓડીટર રૂ.એક લાખની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ફરિયાદી ગરુડેશ્વર તાલુકાના કોઠી-કેવડીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સને-૨૦૨૧ સુધી સરપંચ તરીકે હતા. તેઓની પંચાયતનું સને.૨૦૧૭-૧૮ના વર્ષનુ ઓડીટ કરવાનુ બાકી હોય આ કામ માટે ભરતભાઇ હસમુખલાલ પાઠક, નાયબ ઓડીટર,જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરી, નર્મદા એ ઓડીટ કરી કોઇ ભુલ ના કાઢવા માંટે ફરિયાદી પાસે વ્યવહારના રૂ.૧,૫૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ,ત્યારબાદ રકઝકના અંતે રૂ.૧,૦૦,૦૦૦ લેવાના નક્કી થયા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય એસીબીમાં ફરીયાદ કરતા ફરીયાદ આધારે ગરૂડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે

લાંચના છટકાનું આયોજન કરતા નાયબ ઓડિટર ભરત પાઠક રૂા.૧,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરી, સ્વીકારી પકડાઇ જતા એસીબીએ તેને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં એસ.વી. વસાવા, ઈન્ચાર્જ પો.ઈન્સ. નર્મદા એસીબી પો.સ્ટે. રાજપીપલા તથા સુપરવિઝન અધિકારી પી.એચ.ભેસાણીયા, મદદનીશ નિયામક એસીબી વડોદરા એ આ ટ્રેપ માં સફળતા મેળવી છે.

(10:54 pm IST)