Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

નર્મદા જિલ્લાના કરાર આધારિત,આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓનું કલેકટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કરાર આધારિત, આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓએ કાયમીનો લાભ મળે એ બાબતે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે

આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર ના હાથ પગ એવા શરીરના અંગો જેવા નાનકડા કર્મચારીઓ કે જેમના માથે કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓના બોજ ખડકાયેલા હોય છે અને તેમને કરાર આધારિત ,આઉટસોર્સ અને રોજમદાર તરીકે ખુબજ કઠીનાઈ થી ઓછા પગાર અને શોષણ ની અંદર કામગીરીકરવી પડી રહી છે.ગુજરાત આજે એક મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર ભારત ની એક છાપ છોડી રહ્યું છે.ત્યારે ગુજરાત મોડેલને તમામ દિશાઓમાં આગળ રાખવા માટે આ તમામ કર્મચારી સતત કામગીરી કરી રહ્યા છે. ગુજરાતમાં  સરકાર ની વિભાગ હોય કે કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાઓમાં કામગીરી કરતાં કર્મચારી કે જેઓ સમાન હોદા કે સમાન કેડર ના હોય તો તેમના પગાર માં ઘણા તફાવત હોય છે જેનું ખાસ કારણ એ છે કે ગુજરાત ની અંદર કરાર આધારિત,આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓ માટે કોઈ યોગ્ય પગાર અંગે ની નીતિ નથી, જેથી તેમની સાથે ખૂબ જ અન્યાય થાય છે આવા તમામ કર્મચારીઓ એ તેમની માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર આપી પોતાની રજુઆત કરી હતી.

તેમની માંગણીઓ આ મુજબ છે

ગુજરાત  સરકારની અંદર કામગીરી કરતા તમામ કરાર આધારિત ,આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગાર ના તમામપ્રકારના લાભો આપવામાં આવે

▪️કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો , મેડીકલ કવર ના લાભો , એલટીસી અને જીવન વીમા ના લાભો આપવામાં આવે

▪️સરકારી કર્મચારીઓને મળતા GPF અને CPF ના લાભો આપવામાં આવે તથા તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાં અને તમામ લાભો ની તેમાં નોંધ લેવામાં આવે

(11:00 pm IST)