Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાજપીપળા નગરપાલિકા દ્વારા વરસાદી પાણી ભરાયા હોય તેવા અસરગ્રસ્તોને સહાય ચૂકવાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર સેવા સદન તરફથી શહેરના વાઘરી વાડ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તેવા અસરગ્રસ્તોને તેમના ઘરે જઈ વ્યક્તિ દીઠ કેસડોલ ચુકવવામાં આવી,જેમાં 100 થી વધુ વ્યક્તિઓને 50 હજાર રૂપિયા જેવી રકમની ચુકવણી પાલિકા તરફથી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ ચૂકવણી દરમિયાન રાજપીપળા નગર સેવા સદનનાં પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ હેમંતભાઈ માછી, મંગલભાઈ કહાર,પીંકલભાઈ માછી, વિપુલભાઈ માછી,સુરેશભાઈ વસાવા,સુનીલભાઈ વસાવા,જગદીશભાઈ કહાર તથા ભાજપાનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(11:01 pm IST)