Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ખૂટાઆંબા ગામ પાસે આયરન પ્લેટ ભરેલી ટ્રક પલટી ખવડાવી નુકશાન થતાં પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખૂટાઆંબા ગામ નજીક પૂરપાટ જતી ટ્રક પલ્ટી મારી જતા ટ્રકને નુકશાન થયું હોય રાજપીપળા પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ કર્ણાટકથી રાજકોટ આયરન પ્લેટ ભરીને જતી ટ્રક નં.RJ.09.GB.4824 નાં ચાલક દિનેશભાઈ ભેરુભાઈ ખટીક (રહે.રાજસ્થાન) નાઓ પોતાના કબજાની ટ્રક પૂરપાટ હંકારી જતો હોય ટ્રક ખૂટાઆંબા ગામ પાસે પહોંચતા જ વધુ સ્પીડનાં કારણે પલ્ટી મારી ગઈ હોવાથી ટ્રકને નુકશાન થયું હતું જેમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો આ બાબતે  રાજપીપળા પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો

(11:02 pm IST)