Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

શહેરાવ ગામે પોતાની મોટરસાઇકલ પરત લેવા આવેલાં માસાને ધમકી આપી માર મરનાર ભત્રીજા સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના શહેરાવ ગામમાં પોતાની મોટરસાઇકલ પરત લેવા આવેલા માસા સાથે માથાકૂટ કરી તેમની દિકરીને દંડૉ મારી ઇજા કરતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે

મળતી માહિતી અનુસાર અંબાલાલભાઇ મંગાભાઇ વસાવા (રહે - સણીયાદ,તા કરજણ જી - વડોદરા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના સાઢુભાઈ શંકરભાઇ મેલાભાઇ વસાવાનો દિકરો સંજયભાઇ ને પોતાની મો.સા ચલાવવા માટે આપી હતી અને તે મોટર સાયકલ પરત લેવા માટે તેઓ તથા તેમની દિકરી દિપીકાબેન તથા અતુલભાઇ પુનમભાઇ વસાવા( રહે. શહેઝાકુવા તા.પાદરા જી.વડોદરા )નાઓ શહેરાવ ગામે સંજ્યભાઇ પાસેથી મોટર સાયકલ પરત લેવા માટે આવ્યા હતા આ બાબતે અમારે સંજયભાઇ સાથે બોલાચાલી થતા સંજયભાઇ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી બાજુમાં પડેલ લાકડાનો ડંડો લઇ તેમની દિકરી દિપીકા બેનને માથામાં ડાબી બાજુ એક સપાટો મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી ત્યાંથી જતો રહેલ ત્યારબાદ ૧૦૮ માં દિકરી દિપીકાને સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લાવી દાખલ કર્યા હોય રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:05 pm IST)