Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ચૂંટણી પહેલા પાટીદાર પાવર:નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોની મુખ્યમંત્રી સાથે સીએમ નિવાસસ્થાને બેઠક

પાટીદાર અનામત આંદોલન કેસ પરત થવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે

 

અમદાવાદ : ગુજરાતનું રાજકારણ પાટીદાર સમાજની આસપાસ હંમેશા કેન્દ્રિત રહ્યું છે. 2022ની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર વધ્યો છે.ત્યારે ફરી એકવાર પાટીદાર પાવર દેખાવડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આવતીકાલે બુધવારે મોટી બેઠક મળવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ મળવા જઈ રહેલી આ બેઠકમાં પાટીદાર અગ્રણીઓની મુખ્યમંત્રી મળી રજૂઆત તેમજ સમાજને મુઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરશે. મહત્વનું છે કે આ અગાઉ 7 જુલાઇના રોજ બેઠક મળવાની હતી પણ છેલ્લી ઘડીએ બેઠક રદ્દ થઈ હતી.

બેઠકમાં નરેશભાઈ  પટેલ, બાબુ જમના પટેલ,જયરામ પટેલ, રમેશ દૂધવાળા, સી.કે.પટેલ, મણીભાઈ મમ્મી સહિતના ઉપસ્થિત રહેશે
ઘણા સમયથી પાટીદાર સમાજ અને સંસ્થાઓ એક સૂરે અનામત કેસ પરત અંગે સરકારને નરમ પડે તેવા પ્રત્યન કરી રહી છે. ભાજપના પાટીદાર ધારાસભ્યો અને સાંસદો પણ આ મુદે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆતો કરી ચૂક્યા છે. ત્યારે ચૂંટણી પહેલાની આ બેઠક મહત્વની મનાઈ રહી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન કેસ સહિતના મુદ્દે ચર્ચા થશે.

હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે, સમાજ એક થઈ ચૂંટણીમાં મત આપે છે.

- રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે જેથી 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો પાટીદાર સમુદાયમથી હતા 2012મા જીતેલા 50 ધારાસભ્યોમાંથી 36 ધારાસભ્યો ભાજપ માંથી ચૂંટાયા હતા- પાટીદાર આદોલન બાદ સમીકરણ બદલાયા અને કોંગ્રેસેની પાટીદારમાં સીટો વધારો થયો છે  2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યો વિજય બન્યા, જો કે કોગેસના મળેલા 2017માં વિજય થયેલા 20 ધારાસભ્યોમા ફક્ત 11 પાટીદાર ધારાસભ્યો કોગેસ માંથી ચૂંટાયા હતા 2017માં ભાજપનાં 8 ધારાસભ્યો ઘટાડો થયો હતો હાલ ભાજપનાં 44 ધારાસભ્યો, ત્રણ કડવા અને ત્રણ લેઉવા પટેલમાંથી એમ 6 સાંસદો જ્યારે ત્રણ સાંસદો હાલ રાજ્યસભામાં પાટીદાર સમુદાયના છે

હાલ તો પાટીદાર સમુદાય એક મંચ પર આવ્યા બાદ આડકતરી રીતે સમાજને પ્રધાન્ય આપવાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમીએ પણ પગ પેસારો કર્યો છે ત્યારે આવનાર વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમા પાટીદાર કર્યા પક્ષને સમર્થન કરે છે તે તો જોવું જ રહ્યું

(11:18 pm IST)