Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સાયબર ક્રાઇમના ઈતિહાસમાં સૌથી મોટી રકમની ઠગાઈ :અમદાવાદમાં ગાલા પ્રિન્ટ સિટીના MD સાથે ૨૬. ૦૮ કરોડની છેતરપિંડીની ફરિયાદ

તમિલનાડુ ટેક્સ્ટ બુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાના બહાને ઠગાઈ: સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

અમદાવાદમા  સાયબર ક્રાઇમના ઇતિહાસમાં સૌથી મોટી રકમની ફરિયાદ સામે આવી છે. જેમાં તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાના બહાને ગાલા પ્રિન્ટ સિટીના એમડી સાથે રૂપિયા 26.78 કરોડની છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે. જેમાં તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાના બહાને રો મટિરીયલ્સમાંથી પણ 15-20 ટકા કમિશન આપવાના બહાને છેતરપિંડી કરાઈ છે,જેમાં ફરિયાદીને વિશ્વાસમાં લેવા એડવાન્સ રકમ પણ ચૂકવી હતી. જેના પગલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જો કે આ અંગે સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટેન્ડર માટે ચૂકવવાની એડવાન્સ રકમ પણ ચુકવવામાં આવી હતી. જેના પરથી કંપનીએ આ છેતરપીંડી કરનારા વ્યક્તિ પર વિશ્વાસ બેસે. તેની બાદ આ સમગ્ર છેતરપીંડી કરવામાં આવી છે. જેના પગલે હાલમાં સાયબર ક્રાઇમના અધિકારીઓ પણ કેસની મોડસ ઓપરેન્ડી શોધી તેની તપાસમાં લાગ્યા છે.

(12:55 am IST)