Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

SGSTએ વિભાગે બોગસ બિલોથી ITC લેનારા વેપારીઓ પાસે રિકવરી શરૂ કરી

૬૦૦થી વધુને સમન્સ મોકલી ટેક્સ ક્રેડિટની રકમ પરત કરવા ફરમાન

અમદાવાદ તા. ૨૦ :સ્ટેટ જીઍસટી વિભાગ દ્વારા બોગસ બિલિગ કરનારા વેપારી પર રાજયવ્યાપી અભિયાન ચાલી રહ્ના છે ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમા છેલ્લા બે મહિનામાî જ વિભાગે ૧૦૦થી વધુ બોગસ પેઢી ઝડપી પાડી છે. હવે તેમની પાસેથી બોગસ બિલો ખરીદનારા આશરે ૬૦૦થી વધુ વેપારી પાસેથી રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાî આવી છે. વિભાગે નોટિસો મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે અને ખોટી રીતે લીધેલી આઈટીસી રિવર્સ કરવા માટે સૂચના આપી છે.

જીઍસટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ રાજયભરમા બોગસ બિલિગ કરી સરકારને કરોડો રૂપિયાનુ નુકસાન પહોચાડનારા બોગસ વેપારી સામે અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. જે અતર્ગત શકાસ્પદ વેપારીને ત્યા સ્પોટ વેરિફિકેશનની કાર્યવાહી કરી તપાસ કરવામા આવી રહ્ના છે. શકાના આધારે પેઢી પર કરવામા આવેલી તપાસ દરમિયાન મોટી સખ્યામા બોગસ વેપારી મળી આવ્યા છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમા છેલ્લા બે મહિનામા ૧૦૦ જેટલી બોગસ પેઢી મળી આવી હતી. આ પેઢી દ્વારા સ્ક્રેપ, કેમિકલ, ટેક્સટાઈલના નામે રજિસ્ટ્રેશન લઇ ખોટા બિલો બનાવી ક્રેડિટ પાસ-ન કરવામા આવી હતી.

બોગસ પેઢીના સચાલકો પૈકી મોટા ભાગના હાલ પકડાયા નથી. જેથી વિભાગે ખોટા બિલોના આધારે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેનારા પાસેથી ટેક્સ રિકવરીની પ્રક્રિયા હાથ ધરી છે. આશરે ૪૦૦ જેટલા વેપારીઍ ખોટા બિલોના આધારે આઇટીસી મેળવી છે તેને નોટિસ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. તેમની પાસેથી વ્યાજ સાથે ટેક્સની રિકવરી કરવામા આવશે.(૨૧.૬)

બોગસ પેઢીના રજીસ્ટ્રેશન રદ્દ કરાશે

બોગસ બિલિંગમાં ઝડપાયેલી તમામ પેઢીના રજીસ્ટ્રેશન રદ્દ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પેઢી જ્યાં રજિસ્ટર્ડ હતી ત્યાં જાણ કરીને તેમને રજીસ્ટ્રેશન કરવા માટે જણાવવામાં આવ્યું છે. કેટલીક પેઢીના રજીસ્ટ્રેશન રદ્દ થઇ ગયા છે જ્યારે અન્યની પણ ટૂંકમાં કરવામાં આવશે.

(12:16 pm IST)