Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વડોદરામાં વિસ્ફોટક સામગ્રીનું મોટા પાયે વેચાણ કરનાર શખ્સને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો

વડોદરા: જિલ્લામાં  વિસ્ફોટક સામગ્રીનું મોટા પાયે વેચાણ થતું હોય છે પોલીસ દ્વારા અનેક વખત વિસ્ફોટક સામગ્રી સાથે કેટલીક વ્યક્તિઓ ઝડપાય છે અને પછી છૂટી જાય છે તેમ છતાં વિસ્ફોટક સામગ્રીઓ ગેરકાયદે હેરાફેરી કરવાનું નેટવર્ક પૂરજોશમાં ચાલી રહ્યું છે.        જિલ્લાના ડેસર તાલુકામાં વાલાવાવ ચોકડી પાસેથી એક શખ્સ વિસ્ફોટક સામગ્રી લઈને આવવાનો છે તેવી બાતમી મળતા જિલ્લા એસ.ઓ.જી નો સ્ટાફ વોચમાં હતો. દરમિયાન બાતમી મુજબની બાઈક પર શખ્સ આવતા તેને રોકીને પોલીસે પૂછપરછ કરતા તેને પોતાનું નામ રમણ પુના માછી (રહે. માછી ફળિયુ, વલ્લવપુર તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ) જણાવ્યું હતું .તેની પાસેથી મળેલી એક કાપડની થેલીમાં તપાસ કરતા ઇલેક્ટ્રોનિક ડિટોનેટર કેપ ૨૭ નંગ જીલેટીન ટોટા મળ્યા હતા. આ વિસ્ફોટક સામગ્રી અંગે રમણ માછીની પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા .ેઅને તે ગેરકાયદે વેચાણ કરતો હોવાનું જણાતા જિલ્લા એસ.ઓ.જી પોલીસે તેની સામે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તેનો શું ઉપયોગ કરવાનો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:24 pm IST)