Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

આણંદ તાલુકાના રાસનોલ નજીક એક જ પરિવારના બે સભ્યોએ અગમ્ય કારણોસર સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો

આણંદ: તાલુકાના રાસનોલ ગામે એક જ પરિવારના બે સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા નાનકડાં ગામમાં ભારે ચકચાર મચી છે.  જો કે આ પરિવારનો એક સભ્ય ઘટનાસ્થળેથી લાપત્તા હોવાની વાતને લઈ રહસ્ય ઘેરાયું છે. 

આ બનાવ અંગે ખંભોળજ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાસ્થળેથી મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હાલ તો ખંભોળજ પોલીસે આ અંગે અપમૃત્યુની નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ઘરમાં તપાસ કરતા સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં દેવુ જઈ જતાં તેઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાવાયું હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ડીવાયએસપી બી.ડી.જાડેજો જણાવ્યું હતું કે, રાસનોલ ગામે બનેલ ઘટના અંગે કોઈએ આત્મહત્યા કરવા મજબૂર કર્યા કે પછી તેઓની હત્યા થઈ છે તે અંગે તપાસ કર્યા બાદ જ જાણકારી મળશે. હાલ તો પોલીસ દ્વારા રહસ્યમય રીતે ગુમ થયેલ રાજુભાઈ પટેલની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ મળ્યા બાદ જ સમગ્ર ઘટના અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ શકશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

(5:01 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST