Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રી કર્ફયુથી હોટલ, રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડ સંચાલકોને મોટું નુકશાન

રાત્રી કરફયુનો સમય થોડો મોડો રાખવા સંચાલકો માગણી

અમદાવાદ : રાજયમાં કોરોનાના વધતા કેસને લઈ સરકાર દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રી કફર્યુ લાગુ કરાયો છે, આ કફર્યુમાં ફાસ્ટફુડ સંચાલકોને ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. મોડે સુધી રેસ્ટોરેન્ટ કે હોટલમાં બેસતા લોકો હવે આવતા નથી. જેથી કરફયુનો સમય થોડો મોડો રાખવા સંચાલકો માગ કરી રહ્યાં છે.

કોરોનાકાળમાં દરેક વેપાર-ધંધાને માઠી અસર પડી છે અને તેમાં પણ ફાસ્ટફુડ સંચાલકોને તેનું ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. રાત્રે 9 વાગ્યાથી કરફયુ લાગી જતા મોડે સુધી રેસ્ટોરેન્ટ કે હોટલમાં બેસતા લોકો હવે આવતા નથી. જેથી કરફયુનો સમય થોડો મોડો રાખવા સંચાલકો માગ કરી રહ્યાં છે.

છેલ્લા કેટલા સમયથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કોરોનાના 300થી વધારે કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. જેથી સરકારે લોકોને સાવચેતી રાખવા,સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા અને ખાસ કરીને માસ્ક પહેરવા માટેની અપીલ પણ કરી છે. જો કે આજે માસ્ક વિના ફરતા 258 લોકોને રોકવામાં આવ્યા હતા. જેમાથી 9 લોકો કોરોના પોઝિટિવ નિકળતા 6 લોકોના તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અન્ય 3 લોકોને હોમઆઈસોલેટ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં સાતમી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુરહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આમ આ સપ્તાહના અંત સુધી ચાલનારો રાત્રિ કરફ્યુ હવે સાત ડિસેમ્બર સુધી લંબાવાયો છે. આ પહેલા અમદાવાદમાં શુક્રવાર રાત્રે 20 ડિસેમ્બરથી સોમવાર સવાર 23 ડિસેમ્બર સુધી કરફ્યુ લદાયો હતો. તેના પછી આજથી રાત્રિ કરફ્યુ આગળ આદેશ મળે નહી ત્યાં સુધી હતો. ફક્ત અમદાવાદ જ નહી પણ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આમ અમદાવાદમાં રાત્રિ કરફ્યુ હવે પંદર દિવસનો થઈ ગયો છે.

(10:25 pm IST)