Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કારગિલ વિજય દિવસ નિમીત્ત વિરમગામ ખાતે પુર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યુ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વિરમગામ નગર સંયોજકો દ્વારા પુર્વ સૈનિકના ધરે, નોકરીના સ્થાન પર જઇને સન્માન કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :કારગિલ વિજય દિવસ નિમીત્ત  સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ  વિરમગામ નગર  સંયોજક નીલેશ રાણા અને કીરણ સોલંકી  દ્વારા પુર્વ સૈનિકના  ધરે, નોકરીના સ્થાન પર જઇને સન્માન કરવામાં આવ્યુ હતુ અને દરેક જવાનના સૌર્ય સાહસ, સમર્પણ, દેશ પ્રત્યેની લાગણીને વંદન કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ  વિરમગામ દશરથભાઈ કાન્તિલાલ ઠાકોર, સોલંકી ઇશુભા વખતસીંહ,  સીગંલ રાજેન્દ્રકુમાર દીનેશભાઈ, તુલસીભાઈ ખીમભાઈ રાઠોડ, મનહરભાઈ ધુડાભાઈ સેઘંલ સહિતના પુર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

(7:23 pm IST)