Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગુજરાત કેડરના આઇપીએસ રાજુ ભાર્ગવનો ડેપ્યુટેશન પીરીયડ નવેમ્બર સુધી લંબાયો

ધી એપોઇન્ટમેન્ટ કમીટી ઓફ ધી કેબીનેટ દ્વારા દરખાસ્તને વિધિવત મંજુરી : ગુજરાતના ગૌરવ સમા સીબીઆઇના એડીશ્નલ ડાયરેકટર પ્રવિણ સિંહાનો કાર્યકાળ આવતા માસે પુર્ણ થાય છે ત્યારે ગુજરાત સરકાર તેઓને પરત લાવવામાં સફળ થશે કે કેમ? રાજય પોલીસ તંત્રમાં 'હોટ ટોપીક'

રાજકોટ, તા., ૨૮: મૂળ ગુજરાત કેડરના અને હાલ કેન્દ્રમાં સીઆરપીએફમાં આઇજી દરજ્જે ફરજ બજાવતા સિનીયર આઇપીએસ  રાજુ ભાર્ગવ કે જેનો ડેપ્યુટેશન પીરીયડ જુન માસમાં પુર્ણ થયા બાદ મૌખીક હુકમથી તેઓની સેવા યથાવત રાખવાના પગલે હવે તેઓનો ડેપ્યુટેશન પીરીયડ નવેમ્બર સુધી  લંબાવવામાં આવ્યો છે.

 ધી એપોઇન્ટમેન્ટ  કમીટી ઓફ ધી કેબીનેટ દ્વારા આ દરખાસ્તને વિધિવત મંજુરી આપી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરવામાં આવવા સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ગુજરાત ગૃહ મંત્રાલયને પણ આ બાબતની સતાવાર જાણ કરવામાં આવ્યાનું સુત્રો જણાવે છે.

હાલમાં સીબીઆઇમાં એડીશ્નલ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ગુજરાતના ગૌરવ સમા ૧૯૮૮ બેચના સિનીયર આઇપીએસ પ્રવિણ સિંહાનો કાર્યકાળ પણ  આવતા માસે પુર્ણ થઇ રહયાનું સૂત્રો જણાવે છે. તેઓની યશસ્વી ફરજ ધ્યાને લઇ તેમને મુકત કરાશે કે કેમ? તે બાબત દ્વિધા પ્રવર્તી રહી છે. બીજી તરફ સ્વચ્છ છબી ધરાવતા આ અધિકારીની સેવાઓ ગુજરાતના પોલીસ તંત્રને મળે તેવા પ્રયાસો કરવા જોઇએ તેમ રાજય સરકારને સલાહકારો દ્વારા સુચવાઇ રહયાનું પણ ઉચ્ચ વર્તુળો જણાવે છે.

(12:55 pm IST)