Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ચાર્જ સંભાળતા સરડવા

રાજકોટ તા. ર૮ :.. ગાંધીનગરમાં ગુજરાત શૈક્ષણીક સંશોધન અને તાલીમ પરિષદના રીડર પદેથી રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બદલી પામીને આવેલા શ્રી ધર્મેન્દ્ર સરડવાએ આજે રાજય પરીક્ષા બોર્ડમાં સચિવ તરીકે બદલી પામેલા શ્રી મેહુલ વ્યાસ પાસેથી ચાર્જ સંભાળી લીધો છે. તેઓ અગાઉ ભાણવડમાં કેળવણી નિરીક્ષક, સરકારી હાઇસ્કુલના આચાર્ય, પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પરીક્ષા બોર્ડમાં સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.

(3:41 pm IST)