Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદ:પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાસરિયાએ પુરાવા રજૂ ન કરવા અઢી કરોડની રકમ શખ્સને આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ:પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની પુત્રવધુ ફિઝુએ દહેજની માંગણી તથા મારઝુડ સંદર્ભે સાસરીયાઓ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેણે સાસરીયાઓ સામે હત્યાની કોશિષનો ગુનો પણ નોંધાવ્યો હતો

જેને પગલે સાસરીયાઓએ ફિઝુને અંગેના પુરાવા રજુ કરવા તથા ફરિયાદમાંથી ફરી જવા માટે અઢી કરોડ રૂપિયા આપ્યા હતા. નાણાં ફિઝુના નવરંગપુરામાં રહેતા માસીના ઘરેથી ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા હતા. પોલીસ હવે સાસરીયાઓ વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ કરવા સંદર્ભે તપાસ કરી રહ્યા છે.

વસ્ત્રાપુરમાં માતા સાથે રહેતા ફિઝુબહેનને તેમના સાસરીયાઓ વિરૂધ્ધ દહેજ અને મારઝુડની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં પતિ મોનાંગ આર.પટેલ, સસરા રમણ બી.પટેલ, સાસુ મયુરીકાબહેન આર.પટેલ અને  ફિઝુબહેનના પિતા મુકેશભાઈ બી.પટેલનો સમાવેશ થાય છે. દહેજ અને મારઝુડની ફરિયાદ બાદ ફિઝુબહેને સાસરીયાઓ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની વધુ એક ફરિયાદ પણ નોંધાવી હતી.

(5:19 pm IST)