Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વડોદરા ફેસબુક પર છોકરીના ફોટા અપલોડ કરનાર યુવક પર હુમલો:અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:ફેસબુક પર છોકરીઓના ફોટો અપલોડ કેમ કરે છે તે મુદ્દે મોક્સી ગામે યુવકને રોકી પાંચ શખ્સોએ હુમલો કરી યુવક અને તેના ભાઇ સહિત ત્રણને ઇજા પહોંચાડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સાવલી તાલુકાના મોક્સી ગામે વણકરવાસમાં રહેતા શનાભાઇ પરમારનો પુત્ર ઉમેશ ગઇ રાત્રે શૈલી કંપનીમાંથી નોકરી પરથી છૂટીને ઘેર જતો હતો ત્યારે ગામની ભાગોળે કેટલાંક યુવાનોએ તેને રોકી ગામની છોકરીના ફોટો ફેસબુક પર અપલોડ કેમ કરે છે તે મુદ્દે ઉમેશ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડાની ઉમેશે તેના મોટા ભાઇ જયંતિને જાણ કરતા જયંતિ તેમજ બીજો ભાઇ વિજય ભાગોળે પહોંચી ગયા હતાં.

વખતે હોકી તેમજ લાકડી જેવા મારક હથિયારો સાથે ઉભેલા પાંચેય યુવાનોએ હુમલો કરતા ઉમેશ,જયંતિ અને વિજયને ઇજા થતા તેઓને સારવાર માટે વડોદરાની એસએસજીમાં ખસેડાયા હતાં. અંગે જયંતિએ ગામમાં રહેતા પિન્ટુ સોલંકી દરબાર, સુરેશ મેથ્યુસભાઇ સોલંકી, ડાહ્યા સોલંકીનો પુત્ર ગોટીયો, મહેબુબ સોલંકીનો પુત્ર સાગર અને બજરંગ દરબારના પુત્ર જાડીયા સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:20 pm IST)