Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર લગાવેલ એક ગેટ નું વજન ૪૫૦ ટન,૧૫૦ હાથીના વજન બરાબર : નર્મદા નિગમ ના મેનેજિંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ આપી ટ્વિટર ઉપર માહિતી

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરના ૩૦ ગેટ ૪૫૦૦ હાથી ના વજન બરાબર : સરદાર સરોવર નર્મદા બંધ ની વિશાળતા ઉપર એક દૃષ્ટિકોણ માટે એક દૃષ્ટાંત

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :સરદાર સરોવર નર્મદા બંધનું નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિ ને તેની વિશાળતા નજરો સમક્ષ આવી જાય આ ડેમ એશિયા ના મોટા ડેમો માં સમાવિષ્ટ છે સરદાર સરોવર નર્મદા ડેમ ની વિશાળતા ને સમજવા માટે નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને વન વિભાગ ના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ કુમાર ગુપ્તાએ પોતાના ટ્વીટર ઉપર રસપ્રદ માહિતી આપતા જણાવ્યુ છે કે સરદાર સરોવર નર્મદા બંધ ઉપર લગાવેલ ૩૦ ગેટ ની વિશાળતા સમજાવતા દૃષ્ટિકોણ સ્વરૂપે સમઝ આપતા જણાવ્યું છે નર્મદા ડેમ ઉપર લગાવેલ ૩૦ ગેટ પૈકી એક ગેટનું વજન ૪૫૦ ટન છે જે ૧૫૦ હાથી ના વજન બરાબર છે જેથી જોઇએ તો ૩૦ ગેટ નું વજન ૪૫૦૦ હાથી ના વજન બરાબર થાય જે દરવાજા ૩૦ લાખ ક્યુસેક પાણી પ્રવાહ નું નિયંત્રણ કરે છે જોકે આ રસપ્રદ માહિતી સરદાર સરોવર નર્મદા બંધ ની વિશાળતા દર્ષાવે છે કે ફક્ત પાણીના નિયંત્રણ માટે ના ગેટ આટલા વિશાળ છે તો સમગ્ર નર્મદા બંધ, તેનું કોંકરિટ બાંધકામ, વીજ ઉત્પાદન યુનિટો , કેનલો નું નેટવર્ક તેમજ વીજ ઉત્પાદન કરતા ટર્બાઇન અને પાણીનો જથ્થો કેટલી વિશાળ માત્રામાં હશે તે અંદાજ લગાવી શકાય છે

(7:41 pm IST)