Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ઓએમજી.....આ માછલી ધરાવે છે અનોખી ખાસિયત:ઓક્સિજન વગર જીવી શકે છે મહિનાઓ સુધી

નવી દિલ્હી: ઓકસીજન વગર કોઇ જીવને ચાલતું ના હોવાથી તે પ્રાણવાયુ સમાન છે. શરીરની કોશિકાઓ ઓકસીજનની મદદથી ઉર્જા મેળવે છે. ઓકસીજનનું પ્રમાણ ઘટે ત્યારે શરીર લેકટિક એસિડનો ઉપયોગ શરુ કરે છે. જો કે ગોલ્ડફિશ અને કુર્સિયન કાર્પ પ્રકારની માછલીઓ ઓકસીજન વિના પણ મહિનાઓ સુધી જીવી જવાની ખાસિયત ધરાવે છે.આ માછલીઓ શરીરમાં રહેલા પ્રોટિનને ઇથેનોલમાં ફેરવી નાખે છે. ખાસ કરીને પાણી શુન્ય ડિગ્રીએ જામવા લાગે ત્યારે આ માછલી શરીરમાં રહેલા પ્રોટિનને ઇથેનોલમાં પરીવર્તિત કરે છે. ઇથેનોલ માઇનસ ૧૧૪ ડિગ્રી તાપમાને થીજે છે. આવા સંજોગોમાં ગોલ્ડફિશ અને કુર્સિયન કાર્પનું શરીર જામતું પણ નથી. આ આલ્કોહોલ માછલી માટે કવચનું નામ કરે છે જે પાણીને જામી જતું અટકાવે છે.આથી તે બરફવાળા વાતાવરણમાં વગર ઓકસીજન વગર મહિનાઓ સુધી જીવી શકે છે. શરીરમાં ઇથેનોલની માત્રા વધી જાય ત્યારે મોં દ્વારા તે બહાર કાઢી નાખે છે. જો કે આવું કેવી રીતે થાય છે તે માટે કૃસિયન કોર્પ અને ગોલ્ડફિશ પર સંશોધન કરનારા લીવરપૂલ અને ઓસ્લોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે માછલી શરીરમાંના પ્રોટિનને શુદ્ધ ઇથેનેલમાં ફેરવી નાખે છે. ઉતરી યુરોપમાં ઘણા સમય સુધી બરફથી ઢંકાયેલા તળાવમાં ઓકસીજન રહિત માહોલ ઉભો થાય ત્યારે ક્રુસિયન કોર્પના લોહીમાં આલ્કોહોલની ઘટ્ટતા ૫૦ મીલીગ્રામથી વધીને ૧૦૦ મીલીગ્રામ થાય છે. ઇથેનોલ પેદા કરવાની ક્ષમતા જ તેને જીવાડે છે. બાકી આવા વિપરીત સંજોગોમાં બીજી કોઇ માછલી જીવી શકતી નથી.

(5:17 pm IST)