Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગરમીથી બચવા માટે બ્રિટનમાં લોકોને આપવામાં આવી રહી છે આ અનોખી ઓફર

નવી દિલ્હી : જો તમને કોઇ કહે કે, ફ્રી માં ફિલ્મ જોવા મળવાની છે તો? બધા કામ સાઇડમાં મૂકીને તમે પહેલાં ફિલ્મ જોવા જશો. વરસાદી માહોલ વચ્ચે વિદેશોમાં જ્યાં હાલ ગરમીનો માહોલ છે ત્યાં એક થિયેટરે લોકો માટે અનોકો પ્રસ્તાવ મૂક્યો છે. બ્રિટનમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યાંના થિયેટરમાં લોકોને 3 કલાક ફ્રીમાં AC હોલમાં ફિલ્મ બતાવવાની ઑફર આપવામાં આવી છે. ઉનાળામાં થિયેટરમાં બેસીને ફિલ્મ જોવાની જે મજા આવે એ પણ ફ્રી માં તે ગરમીમાં હેરાનલોકો જ સમજી શકે છે. આ ફિલ્મ ફ્રીમાં જોવા માટે એક નાની શરત છે. યુનાઇટેડ કિંગડમના ઘણા ભાગોમાં તાપમાન 40 સેન્ટિગ્રેડથી ઉપર વધી ગયું છે. સામાન્ય રીતે જ્યાં જુલાઇમાં 21 ડિગ્રી સેલ્સિયસ રહેતું હતું, હાલમાં તે 38 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. બ્રિટિશ લોકોને શોકેસ સિનેમા તરફથી (Showcase Cinemas) ફ્રી એન્ટ્રીની ઓફર કરવામાં આવી છે. શરત માત્ર એટલી છે કે, તેમના વાળનો રંગ લાલ હોવો જોઈએ. એટલે કે, જેના વાળનો કલર લાલ હશે તેજ આ ઓફરનો આનંદ ઉઠાવી શકશે. આ વિશે શોકેસ સિનેમાના જનરલ મેનેજર માર્ક બાર્લો કહે છે કે, ઘણા લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ છે, તેથી આ ઓફર આપી રહ્યાં છે.આ ઓફર સોમ અને મંગળવારે ઓપન રહેશે,જેમાં બ્રિટિશ રેડ કલર હેરવાળા લોકો પૈસા ચૂકવ્યા વિના એરકન્ડિશન્ડ સિનેમામાં મૂવી જોવાનો આનંદ માણી શકે છે. એવું માનવામાં આવે છે કે,ગરમીમાં સૂર્યના કિરણો લાલ કલરના વાળવાળા લોકોને વધુ નુકસાન પહોંચાડે છે, જ્યારે તેમના વાળ પણ ગરમીમાં તડકાના કારણે ખરાબ થઇ જાય છે.

(5:17 pm IST)