Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

એરપોર્ટ પર માસ્ક નહીં પહેરો તો ‘નો ફ્લાય લિસ્ટ’ માં મુકાશે : DGCA નો સખ્ત આદેશ

આવા પેસેન્જરને પકડવા માટે 3 ટીમો બનાવાઈ : મુસાફર 3 મહિનાથી 2 વર્ષ સુધી હવાઈ મુસાફરી નહીં કરી શકે

ઈન્દોર: દેશભરમાં કોરોનાના સતત વધી રહેલા કેસને પગલે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ તમામ એરપોર્ટ માટે સખ્ત આદેશ આપ્યા છે. જે મુજબ, હવે મુસાફર ટર્મિનલમાં માસ્ક નહીં પહેરે અને ટોકવા છતાં પણ નહીં માને તો તેને પોલીસને સોંપવામાં આવશે. આ સાથે જ તે પેસેન્જરનું નામ નો ફ્લાય લિસ્ટમાં નાખી દેવામાં આવશે. જેના કારણે તે મુસાફર 3 મહિનાથી 2 વર્ષ સુધી હવાઈ મુસાફરી નહીં કરી શકે

કોરોનાને લઈને DGCA સખ્ત છે. નવી ગાઈડલાઈન મુજબ, જો એરપોર્ટ પર કોઈ મુસાફર માસ્ક વિના જોવા મળશે, તો તેને સમજાવવામાં આવશે. આમ છતાં તે નહીં માને તો CISFના અધિકારીઓ તેને પકડીને પોલીસને સોંપી દેશે.

જો વિમાનમાં કોઈ મુસાફર માસ્ક પહેર્યા વિના મળે અને કહેવા છતાં પણ માસ્ક પહેરવામાં આનાકાની કરશે, તો તેને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવશે. આ સિવાય તેનું નામ નો ફ્લાય લિસ્ટમાં નાંખી દેવામાં આવે. જેથી તે પેસેન્જર 3 મહિનાથી 2 વર્ષ સુધી કોઈ પણ પ્લેનમાં મુસાફરની નહીં કરી શકે.

આવા પેસેન્જરને પકડવા માટે 3 ટીમો બનાવવામાં આવી છે. જે એરપોર્ટ પર સતત ફરીને મુસાફરોને ચેતવી રહી છે. જો કે એરપોર્ટ પર મોટાભાગના પેસેન્જરોએ માસ્ક પહેરેલુ હોય છે અને કોવિડ ગાઈડલાઈનના પાલન કરતા મુસાફરી કરી રહ્યાં છે

(10:41 am IST)