Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

JEE બાદ હવે 13મીએ યોજાશે NEETની પરીક્ષા : નિયમોનું કરવું પડશે પાલન

ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સરકારો પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવશે

શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે કહ્યું કે, પરીક્ષા નિશ્ચિત સમય ઉપર થશે. તારીખોમાં કોઈ પણ પ્રકારનો બદલાન નહીં થાય. તેની સાથે જ સરકાર જાણે છે કે, પરીક્ષાનું આયોજન કોરોના સંકટ વચ્ચે કરવામાં આવી રહ્યું છે. એવામાં પરીક્ષા કેન્દ્ર ઉપર સોશયલ ડિસ્ટેન્સીંગનું પુરૂ ધ્યાન રાખવામાં આવશે. કારણે અમારા માટે દરેક વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે.

એનટીએના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, પરીક્ષા હોલની બહાર સોશયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવા માટે પરીક્ષા કેન્દ્રની બહાર અને અંદર પર્યાપ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કારણ કે ઉમેદવારો જ્યારે પરીક્ષાના દિવસે કેન્દ્ર ઉપર પહોંચી જાય, તે સમયે ભીડ જમા ન થાય તે માટે સોશયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરતા દુરીની સાથે ઉભા રહી શકે, ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં શું કરવાનું છે અને શું નહી. તે સંબંધિત એક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રના પ્રવેશ ગેટ અને પરીક્ષા હોલની અંદર દરેક સમયે હેંડ સેનીટાઈઝર ઉપલબ્ધ કરાવવું, ઉમેદવારોના એડમીટ કાર્ડની તપાસ કરવાની પ્રક્રિયાને બદલવી, પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધવાને લઈને એનટીએના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોએ માસ્કની સાથે પરીક્ષા કેન્દ્રોમાં જવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક વખત તે તમામ કેન્દ્ર પ્રવેશ કરે છે તો તેને પરીક્ષા એક્ઝામીનેશન ઓથોરીટી દ્વારા પ્રદાન કરવામાં આવેલા માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે.

અધિકારીએ કહ્યું છે કે પ્રત્યેક ઉમેદવારોએ પ્રવેશ સમયે થ્રી-પ્લાઈ માસ્ક દેવામાં આવશે. તો વિદ્યાર્થીઓને પરીક્ષા કકેન્ગ્ર સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની પરેશાની નથાય તે માટે ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સરકારોએ આશ્વાસન આપ્યું છે કે તે પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવશે. આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ એક પોર્ટલ લોન્ચ કર્યું છે. જેમાં ઉમેદવારોએ જરૂરત પ્રમાણે પરીક્ષા કેન્દ્રોની પર પરિવહન સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. કોલકતામાં મેટ્રો 13 સપ્ટેમ્બરે એનઈઈટી ઉમેદવારો માટે વિશેષ સેવા ચાલાવવાની યોજના બનાવી રહી છે કારણ કે પરીક્ષાર્થીઓને પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે મદદ મળી શકે.

(12:00 am IST)