Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વોડાફોન-આઇડિયા હવે બન્યું 'Vi'

હવે નવો બ્રાન્ડ સાથે બિઝનેશ : નવો લોગો જાહેર : 4G સહિત : 5G ઉપર ફોકસ

નવી દિલ્હી તા. ૭ : પોતાના પ્રતિદ્વંદી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા માટે વોડાફોન અને આઇડિયા સંયુકત રીતે મળીને એક મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ સોમવારે પોતાનું નવું બ્રાન્ડ નામ 'Vi' બદલી નાખ્યું છે. કંપનીના મેનેજમેન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે.

પોતાના પ્રતિદ્વંદી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા માટે વોડાફોન અને આઇડિયા સંયુકત રીતે મળીને એક મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ સોમવારે પોતાનું નવું બ્રાન્ડ નામ 'Vi' બદલી નાખ્યું છે. કંપનીના મેનેજમેન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે.

વોડાફોન-આઇડિયાએ કંપનીનું નામ બદલીને 'Vi' કરવાની સાથે નવો લોગો પણ જાહેર કર્યો છે. તમે પણ જુઓ આ નવી બ્રાન્ડનો નવો લોગો.

વોડાફોન ઇન્ડિયા લિમિટેડ હવે 'Vi' બની ગઈ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે 'Vi' નામ હેઠળ જ બંને કંપનીઓ બિઝનેસ કરશે. કંપનીએ કહ્યું છે કે ૪ જીની સાથે કંપની પાસે 5G રેડી ટેકનોલોજી પણ છે. કંપનીએ એમ પણ દાવો કર્યો છે કે મર્જર થયા બાદથી દેશભરમાં 4G કવરેજ બમણો થઈ ગયો છે. જોકે કંપનીએ આ દરમિયાન નવી યોજનાઓની ઘોષણા કરી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે ટેરિફના ભાવમાં વધારો થશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે એમ પણ કહ્યું છે કે બધા ઓછા ભાવે ડેટા વેચી રહ્યા છે અને પગલાં લેવામાં કંપનીને કોઈ શરમ નથી. અહીં, તે સંકેત છે કે આગામી સમયમાં વધુ સારી સેવા સાથે ટેરિફ વધારી શકાય છે.

વોડાફોન આઈડિયા લિમિટેડના સીઇઓ રવિન્દ્ર ટક્કરે એ પણ કહ્યું છે કે વોડાફોન આઈડિયાની સ્થાપના બે વર્ષ પહેલાં મર્જ કરેલ એન્ટિટી તરીકે થઈ હતી. ત્યારથી, બંને મોટા નેટવકર્સને એક કરવાનું કામ ચાલુ હતું અને હવે તે 'Vi' બ્રાન્ડ નામથી રજૂ કરવામાં આવી રહ્યું છે.

વોડાફોન અને આઇડિયાએ ટ્વીટર દ્વારા આ અંગેના સંકેતો આપ્યા હતા. વોડાફોને ટ્વિટ કરીને કહ્યું હતું કે આવતી કાલે એક મોટી જાહેરાત માટે તૈયાર રહો, સોમવારનો દિવસ અતી મહત્વનો સાબિત થશે. જયારે આ ટ્વિટને આઇડિયા દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યું હતું. હાલ આ બન્ને કંપનીઓ અન્ય ટેલિકોમ ઓપરેટરોની સામે મોટા પડકારોનો સામનો કરી રહી છે. ગત પહેલી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એજીઆર પેમેંટ માટે સમય આપવામાં આવી શકે છે.

કંપનીએ વિનંતી કરી હતી કે તેને એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ની ચુકવણી માટે ૧૫ વર્ષનો સમય આપવામાં આવે. હાલમાં જ કંપનીને ૨૫.૪૬ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, આ નુકસાન આઇડિયા અને વોડાફોન બન્નેનું સંયુકત છે. બીજી તરફ કંપની બોર્ડે ૨૫ હજાર કરોડ ફંડરેઇઝિંગને મંજૂરી આપી દીધી હતી, આ સ્થિતિ વચ્ચે હવે વોડાફોન અને આઇડિયા મળીને સોમવારે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે. સોમવારે જે જાહેરાત કરવામાં આવે તેની શેરબજાર પર પણ મોટી અસર થઇ શકે છે તેવો નિષ્ણાંતોનો દાવો છે.

(3:18 pm IST)